રેસિપીઃ એકનો એક નાસ્તો કરીને કંટાળી ગયા હો તો બનાવો ઓટ્સ રવા ઢોકળા  

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

 • ઓટ્સ – પોણો કપ
 • રવો – અડધો કપ
 • દહીં – 1 કપ
 • પાણી – પા કપ
 • આદું-મરચાંની પેસ્ટ – 2 ચમચી
 • ગાજરનું છીણ – પા કપ
 • તેલ – 1 ચમચો
 • ઇનો – 1 પાઉચ
 • ફ્રૂટસોલ્ટ – ચપટી
 • વઘાર માટે :
 • તેલ - 1 ચમચો
 • રાઇ – 1 ચમચી
 • જીરું – 1 ચમચી
 • લીમડો – 6-7 પાન
 • મરચાંની ચીરીઓ – 2-3 નંગ
 • સમારેલી કોથમીર – સજાવટ માટે
 • સૌપ્રથમ ઓટ્સને એક પેનમાં હલાવીને ધીમી આંચ પર શેકો. તે પછી તે ઠંડા થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી બારીક પાઉડર બનાવો.
 • હવે ઓટ્સમાં રવો અને દહીં મિક્સ કરી આ મિશ્રણને વીસ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો જેથી તેને આથો આવી જાય.
 • 20 મિનિટ પછી તેને સારી રીતે હલાવીને તેમાં ગાજરનું છીણ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, તેલ અને જરૂર પૂરતું પાણી નાખો. તેને સારી રીતે મિક્સ કરો.
 • જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. ઢોકળા બનાવવાના કૂકરમાં પાણી ગરમ કરો.
 • મિશ્રણમાં ફ્રૂટસોલ્ટ, ઇનો, મિક્સ કરી તેને થાળીમાં કાઢો. પછી આ થાળીને ઢોકળાના કૂકરમાં મૂકી દસ-પંદર મિનિટ સુધી રાખી ઢોકળા તૈયાર થવા દો.
 • ઠંડા થાય એટલે ઢોકળાના પીસ કરી તેના પર વઘાર રેડી સમારેલી કોથમીર ભભરાવો.
અન્ય સમાચારો પણ છે...