હળદરના લાડુ / રેસિપીઃ હળદરના લાડુ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઊર્જા રહે છે

Recipes: Eating haldi ladu gives the can stimulate the body

Divyabhaskar.com

Jan 27, 2020, 07:55 PM IST

રેસિપીઃકાચી હળદર શિયાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. શરદી, ઉધરસથી લઈને અનેક બીમારી બચાવે છે. ઠંડીમાં હળદરના લાડુ ખાવાથી શરદી-ઉધરસ થતી નથી. ઉપરાંત હળદરના લાડુ બનાવીને ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધે છે.

સામગ્રીઃ

 • લીલી હળદર - 500 ગ્રામ
 • ગોળ - 500 ગ્રામ
 • સૂકા મેવાના ટુકડા - અડધી વાટકી

બનાવવાની રીત :

 • કાચી હળદરને છોલીને છીણી લો. પેનમાં ઘી ગરમ કરીને હળદરને સાંતળી લો.
 • તેમાંથી પાણી શોષાઇ ન જાય ત્યાં સુધી સાંતળો.
 • પેનમાં એક ચમચી ઘી ગરમ કરીને બધા મેવાને શેકો.
 • ગોળનો ભૂકો કરીને તેમાં મિક્સ કરો અને બધું મિક્સ કરી લાડુ વાળો.
X
Recipes: Eating haldi ladu gives the can stimulate the body

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી