રતલામી સેવનું શાક / રેસિપીઃસેવ ટામેટાનું શાક તો ખાધું જ હશે પણ આજે બનાવો રતલામી સેવનું શાક

Recipe: Saved tomatoes may be eaten but cook today ratalami save

Divyabhaskar.com

Oct 20, 2019, 12:38 PM IST

રેસિપીઃ સેવ ટામેટાનું શાકનું બધાને ભાવતું હોય છે. પરંતુ આજે તમને શીખવાડીશું રતલામી સેવનું શાક બનાવતા. જે ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે.
સામગ્રી :

 • 1 વાટકી રતલામી સેવ
 • 1 ટામેટું ઝીણું સમારેલું
 • 1 ડુંગળી
 • 1 ચમચી લસણની પેસ્ટ
 • 2 ચમચી તેલ
 • ચપટી હિંગ
 • ચપટી રાઈ
 • ચપટી જીરું
 • મીઠાં લીમડાના પાન
 • 1 સુકુ લાલ મરચું
 • 1/2 ઞલાસ પાણી
 • તમાલપત્ર
 • સ્વાદ અનુસાર મીઠું
 • ચપટી હળદર
 • ચપટી મરચું પાવડર

બનાવવાની રીત

 • સૌ પ્રથમ એક પેનમાં થોડું તેલ લઈ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, તમાલપત્ર, સુકા લાલ મરચાં, હિંગ ઉમેરો.
 • ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ નાખી સહેજ સાંતળી લો. ઝીણાં સમારેલા ટામેટાં અને ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો. સંતળાઈ જાય એટલે પછી તેમાં થોડું
 • પાણી નાખી ઉકાળવું. પાણી ઉકળે એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું, મરચું પાવડર અને હળદર નાખીને હલાવી 2 મિનિટ ઉકાળો. પાણી ઉકળે એટલે પછી તેમાં સેવ રતલામી ઉમેરી હલાવી ગૅસબંધ કરી લો.
 • શાક થઈ જાય એટલે ઉપરથી કોથમીર નાખો. તો તૈયાર છે સરસ મજાનું સ્વાદિષ્ટ રતલામી સેવનું શાક.
X
Recipe: Saved tomatoes may be eaten but cook today ratalami save
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી