શક્કરિયાંની પેટીસ / રેસિપી:10 મિનિટમાં બનાવો ટેસ્ટી શક્કરિયાંની પેટીસ

Recipe: Make tasty sweet potato patties in 10 minutes

Divyabhaskar.com

Oct 25, 2019, 05:29 PM IST

રેસિપી ડેસ્ક. દિવાળીમાં ઘરે બનાવો શક્કરિયાંની પેટીસ. બટેટા વટાણાની પેટીસ તો બધાએ ખાધી હશે. પણ હવે ટ્રાય કરો શક્કરિયાંની પેટીસ. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે અને લાગશે પણ સ્વાદિષ્ય. તેને બનાવવા માટે માત્ર 10 મિનિટનો જ સમય લાગે છે.

સામગ્રી

 • 2 નંગ બાફીને છોલેલા શક્કરિયાં
 • પા ચમચી સમારેલી કોથમીર
 • 1 ચમચી ચાટ મસાલો
 • 1 ચમચી આમચૂર
 • 1 ચમચી જીરું પાઉડર
 • 1 ચમચી મરચું
 • 1 ચમચો ચોખાનો લોટ
 • દોઢ ચમચો કોર્નફ્લોર
 • 3-4 ચમચા તેલ

બનાવવાની રીત :

 • એક બાઉલમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. તે પછી તેના નાના નાના ભાગ લઇ તેને પેટીસની જેમ ગોળ વાળો.
 • એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. આમાં બધી પેટીસઓને મધ્યમ આંચે બંને બાજુએ બ્રાઉન રંગની તળી લો. શક્કરિયાં પેટીસને ચટણી સાથે સર્વ કરો.
X
Recipe: Make tasty sweet potato patties in 10 minutes
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી