સુરતી ઘારી / રેસિપીઃદિવાળીમાં ઘરે બનાવો સુરતની પ્રખ્યાત ઘારી મીઠાઈ

Recipe: Make Surat's Famous Ghari Sweets at Home in Diwali

Divyabhaskar.com

Oct 27, 2019, 01:45 PM IST

રેસિપી ડેસ્ક. દિવાળીમાં ઘરે જ બનાવો ઘારી. જે ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં ખુબ પ્રખ્યાત છે. દિવાળીમાં ઘરે જ મજા માણો સુરતી ઘારીની. મહેમાનોને પણ ખવડાવો. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે.

સામગ્રી

  • 750 ગ્રામ ઘઉંનો લોટ
  • 10 ગ્રામ એલચીનો પાવડર
  • 500 ગ્રામ ઘી
  • 400 ગ્રામ ચણાનો કકરો લોટ
  • 500 ગ્રામ દળેલી ખાંડ
  • જાયફળ

બનાવવાની રીત :

  • ચણાના લોટને 100 ગ્રામ ઘીમાં બરાબર શેકી લો. હવે તેમા દળેલી ખાંડ, એલચીનો ભૂકો, જાયફળ ઘસીને નાખો અને પૂરણ તૈયાર કરો.
  • ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો. આ લોટના લૂઆ કરી તેની પૂરી વણો. આ પૂરી પર ઉપરોક્ત તૈયાર પૂરણ ભરો અને બીજી પૂરી વણી તેની પર મુકો.
  • હવે પૂરીને ચારેબાજુથી બંધ કરી તેને કપડાંથી ઢાંકી દો. આ રીતે બધી જ પૂરી તૈયાર કરો.
  • આ પૂરીઓને ઘી માં તળી લો અને થાળીમાં ગોઠવતા જાવ. આ પૂરી ઠંડી થાય કે તેના પર ઘી રેડો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ સુરતી ઘારી. ઠંડી પડે કે સર્વ કરો.

નોંધ : જો તમે માવા ઘારી બનાવવા માંગતા હોય તો ચણાના લોટની જગ્યાએ તેટલો જ માવો લઈને શેકી નાખો અને તેમા ખાંડ તેમજ ડ્રાયફૂટ્સ નાખી પૂરણ તૈયાર કરો.

X
Recipe: Make Surat's Famous Ghari Sweets at Home in Diwali
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી