મેથીના મુઠીયા / રેસિપીઃઆ રીતે 30 મિનિટમાં ઘરે બનાવો મેથીના મુઠીયા

Recipe: Make methi na muthiya in 30 minutes this way

Divyabhaskar.com

Jan 28, 2020, 07:06 PM IST

રેસિપી ડેસ્ક. શિયાળામાં મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે દુધીના મુઠીયા તો ખાધા હશે તો હવે ટ્રાય કરો મેથીના મુઠીયા જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. તેને બનાવવા માટે 30 મિનિટનો સમય લાગે છે. તેને બનાવવા માટે વધારે સામગ્રીની પણ જરૂર નથી રહેતી.

સામગ્રી

 • 2 વાટકી ઘઉંનો લોટ
 • 1/2 વાટકી બાજરીનો લોટ
 • 1/2 વાટકી ચણાનો લોટ
 • સમારેલી મેથી
 • 2 લીલા મરચા આદુનો ટુકડો પેસ્ટ
 • 1.25 વાટકી દેશી ગોળ
 • 3 ચમચી ધાણાજીરું
 • 2 ચમચી હળદર
 • 3 ચમચી લાલ મરચું
 • 1 ચમચી ગરમ મસાલો
 • મીઠું
 • ચપટી ખાવાના સોડા
 • 2.5 ચમચા તેલ
 • 2 ચમચા તેલ તલ રાય લીમડાના પાન સૂકા લાલ મરચા
 • કોથમીર

બનાવવાની રીતઃ

 • સૌ પ્રથમ એક વાસણમાં બધા લોટ, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ અને ગરમ મસાલો લઇ મિક્સ કરો.
 • એક બાઉલમા મેથી ધોઈને નિતારીને લેવી, તેમા ગોળ ઉમેરી બરાબર હલાવી લેવું.
 • પછી લોટવાળા મિશ્રણમાં ગોળ અને મેથીનું મિક્ષણ ઉમેરી મિક્ષ કરી જરૂર પડે તેમ પાણી લઇ મૂઠિયાં વળે એવો લોટ તૈયાર બાંધવો.
 • પછી મુઠીયા વાળી ચારણીમા મુકતા જવા.
 • પોણા કલાક સુધી ધીમી આંચે મુઠીયા ચઢવા દેવા, ત્યારબાદ થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.
 • એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, સૂકા લાલ મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયા નાખીને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મેથીના મુઠીયા.
X
Recipe: Make methi na muthiya in 30 minutes this way
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી