મસાલા રાઇસ / રેસિપીઃનાસ્તમાં બનાવો ફટાફટ મસાલા રાઇસ

Recipe: Make Instant masala Rice

Divyabhaskar.com

Jan 06, 2020, 05:57 PM IST
રેસિપીઃ વધેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ મસાલા રાઈસ. તેને બનાવવા માટે વધારે સમાગ્રીની જરૂર નહીં પડે. તેને બનાવવા માટે 10 મિનિટ જેટલો સમય લાગે છે. તો નાસ્તામાં બનાવો ફટાફટ મસાલા રાઈસ.
સામગ્રીઃ
 • ચોખા - 400 ગ્રામ
 • સમારેલા બટાકા - 6 નંગ
 • સમારેલી ડુંગળી - 4 નંગ
 • નાળિયેરનું છીણ - અડધી વાટકી
 • જીરું - 2 ચમચી
 • ધાણા પાઉડર - 2 ચમચા
 • ખાંડ - 1 ચમચી
 • ગરમ મસાલો - 1 ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ
 • ગરમ મસાલો - જરૂર પૂરતો
 • રવૈયાં - 3 નંગ
 • બાફેલા વટાણા - અડધી વાટકી
 • સમારેલી કોથમીર - સજાવટ માટે
બનાવવાની રીત :
 • સૌથી પહેલાં મસાલા અને નાળિયેરના છીણને 2 ચમચી પાણી રેડી બારીક ક્રશ કરી લો. હવે તેલ ગરમ કરી તેમાં આ ક્રશ કરેલા મસાલાને સાંતળો.
 • તે પછી તેમાં સમારેલા બટાકા, બાફેલા વટાણા, સમારેલા રવૈયાં અને ડુંગળી નાખી થોડું પાણી રેડી સાત-આઠ મિનિટ ચડવા દો.
 • એક તપેલીમાં ચોખાથી બમણું પાણી લઇ તેમાં સમારેલાં શાક ભેળવો.
 • ચમચાથી ચાર-પાંચ વાર હલાવી આંચ પરથી ઉતારી લો અને સર્વ કરતી વખતે ઉપર કોથમીર ભભરાવો.
X
Recipe: Make Instant masala Rice

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી