સીંગ-તલના લાડુ / રેસિપીઃશિયાળામાં ઠંડીના દિવસમાં બનાવો સીંગ-તલના લાડુ

Recipe: Make horn-sesame sticks on a cold winter day

Divyabhaskar.com

Jan 09, 2020, 08:20 PM IST
રેસિપીઃશિયાળામાં ઠંડીના દિવસમાં ગોળનો,ખાંડનો ઉપયોગ કરી જુદી જુદી પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. પણ હવે ટ્રાય કરો સીંગ-તલના લાડુ. તેને બનાવવા માટે વધાકે સમય નહીં લાગે.
સામગ્રી
 • સફેદ તલ - 1 કપ
 • સીંગદાણા - 1 કપ
 • બદામ - અડધો કપ
 • ઘી - અડધો કપ
 • બૂરું ખાંડ - 2 કપ
 • એલચીનો ભૂકો - 1 ચમચી
બનાવવાની રીત :
 • એક કડાઇમાં તલને સતત હલાવતાં રહી ધીમી આંચે બદામી રંગના થાય ત્યાં સુધી શેકો. સીંગના શેકેલા દાણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરો.
 • એવી જ રીતે બદામને પણ અધકચરી ક્રશ કરી તેને અલગ બાઉલમાં કાઢો.
 • તલમાંથી થોડા તલ કાઢી લઇને બાકીના તલને પણ અધકચરા ક્રશ કરો.
 • હવે એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં બદામના ભૂકાને બદામી રંગનો સાંતળો.
 • તે પછી તેમાં સીંગદાણાનો ભૂકો સાંતળો. તેને ગેસ પરથી ઉતારી લો. આમાં ક્રશ કરેલા તલ મિક્સ કરો.
 • બધું ઠંડું થાય એટલે તેમાં બૂરું ખાંડ અને બે ચમચી મલાઇ નાખી હાથથી સારી રીતે ભેળવો. આમાંથી નાના નાના લાડુ વાળો.
X
Recipe: Make horn-sesame sticks on a cold winter day

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી