ગળી મઠરી / રેસિપીઃદિવાળી પર ઘરે બનાવો ગળી મઠરી

Recipe: Make homemade swallow mathari on a diwali

Divyabhaskar.com

Oct 22, 2019, 03:31 PM IST

રેસિપીઃદિવાળીને હવે થોડા દિવસ બાકી છે ત્યારે ઘરે બનાવો ગળી મઠરી. જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. મહેમાનોને પણ ભાવશે. તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર નથી પડતી. દિવાળીમાં બનાવો ગળી મઠરી

સામગ્રી

 • 500 ગ્રામ મેંદો
 • 125 ગ્રામ ઘી
 • ઘી કે તેલ - તળવા માટે
 • 1 ગ્લાસ પાણી
 • 500 ગ્રામ ખાંડ
 • 500 ગ્રામ, દૂધ

બનાવવાની રીત :

 • ચાસણી બનાવવા માટે એક તપેલીમાં પાણી અને ખાંડ ઉકાળો. તે પછી તેમાં દૂધ ઉમેરીને ઉકાળો. તેની સપાટી પર થતા ફીણને ચમચાથી કાઢી લો. આ રીતે છ-સાત મિનિટ ઉકાળીને બે-તારી ચાસણી તૈયાર કરો.
 • મઠરી બનાવવા માટે લોટમાં ઘીનું મોણ નાખી તેને ગરમ પાણીથી કણક બાંધી અડધો કલાક રહેવા દો. હવે એક કડાઇમાં ઘી ગરમ કરો. કણકને સારી રીતે કૂણવીને તેમાંથી 30-40 નાના નાના લૂઆ વાળો અને તેની મઠરી વણો.
 • તેને વધારે પાતળી ન વણવી. આ મઠરીને ગરમ ઘીમાં તળીને તરત ચાસણીમાં નાખી દો. તે પછી પાંચેક મિનિટ ખુલ્લી પ્લેટમાં રાખે જેથી તે સુકાઇ જાય.
X
Recipe: Make homemade swallow mathari on a diwali
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી