થાઇ ચણા સલાડ / રેસિપીઃબનાવો ચટપટી અને મસાલેદાર થાઇ ચણા સલાડ

Recipe: Make greasy and spicy Thai chana salad

Divyabhaskar.com

Oct 24, 2019, 06:51 PM IST

રેસિપીઃ શરીરને તદુંરસ્ત રાખવા માટે પૌષ્ટિક ખોરાક જરૂરી છે. તેથી ડાયટમાં સલાડને સામેલ કરવું જોઈએ. સલાડ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તો બનાવો ચટપટી થાઈ ચણા સલાડ. જે ખાવામાં પણ મજા આવશે.
સામગ્રીઃ

 • 1 કપ કાબુલી ચણા
 • 1 નંગ સમારેલું ગાજર
 • 2 નંગ સમારેલી કાકડી
 • 1 કપ સમારેલી પાલક
 • 1 કપ સમારેલી કોથમીર
 • સમારેલો ફુદીનો - જરૂર મુજબ
 • 1 ચમચો સીંગદાણા
 • 1/2 ચમચી લીંબુનો રસ
 • પા કપ પીનટ બટર
 • 1 ચમચો, સોયા સોસ 1 ચમચો મધ
 • 1 ચમચો વિનેગર
 • 1 ચમચો તલનું તેલ
 • 1 ચમચો રેડ ચિલી સોસ
 • 2 ચમચી સમારેલું આદું

બનાવવાની રીત :

 • કાબુલી ચણાને આખી રાત પલાળી રાખી પછી સવારે કૂકરમાં ત્રણ-ચાર સીટી થાય ત્યાં સુધી બફાવા દો. હવે બધી વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરો.
 • મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો.
 • ત્યારબાદ એક મોટા બાઉલમાં કાબુલી ચણા, ગાજર, કાકડી, પાલક, કેપ્સિકમ, કોથમીર, ફુદીનો, લીંબુનો રસ અને સીંગદાણા નાખો.સલાડને સર્વ કરતી વખતે ઉપર ડ્રેસિંગથી સજાવો.
X
Recipe: Make greasy and spicy Thai chana salad
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી