મિલ્ક પાઉડરની કેક / રેસિપીઃઘરે જ બનાવો સુપર ટેસ્ટી મિલ્ક પાઉડરની કેક

Recipe: Make a Super tasty Milk Powder Cake at Home

Divyabhaskar.com

Feb 07, 2020, 02:52 PM IST

રેસિપી ડેસ્ક. મોટા ભાગે આપણે મીઠાઇ માવામાંથી બનાવીએ છીએ તો આજે બનાવો મિલ્ક પાઉડરમાંથી બનાવો કેક. નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ કેક ભાવતી હોય છે. અત્યાર સુધી તમે અલગ અલગ ફ્લેવરની કેક ટ્રાય કરી હશે. તો હવે ટ્રાય કરો મિલ્ક પાઉડરમાંથી બનાવેલી કેક.

સામગ્રીઃ

 • મેંદો - 2 કપ
 • આઇસિંગ સુગર - 1 કપ
 • મિલ્ક પાઉડર - 1 કપ
 • ઘી - 1 કપ
 • બેકિંગ પાઉડર - 1 ચમચો
 • ખાવાનો સોડા - 1 ચમચી
 • વેનિલા એસેન્સ - થોડાં ટીપાં

બનાવવાની રીત :

 • સૌપ્રથમ ઘી, મિલ્ક પાઉડર અને ખાંડને એક તપેલીમાં લઇ સારી રીતે મિક્સ કરો.
 • તે પછી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, વેનિલા એસેન્સ નાખો અને જરૂર પૂરતું દૂધ ઉમેરતાં જઇ તેને મિક્સ કરો.
 • બેકિંગ ટ્રેને ઘીવાળી કરી તેના પર મેંદો ભભરાવો. હવે મિશ્રણને બેકિંગ ટ્રેમાં કાઢી તેને 200 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં 35 મિનિટ બેક કરો.
 • પછી ઓવનમાંથી બહાર કાઢી ઠંડું થવા દો. તેના પર ટૂટી-ફ્રૂટી નાખીને સર્વ કરો.
X
Recipe: Make a Super tasty Milk Powder Cake at Home
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી