ચણા-પાલકનો સૂપ / રેસિપીઃશિયાળામાં બનાવો ગરમા-ગરમ ચણા-પાલકનો સૂપ

Recipe: Make a hot-chickpea-spinach soup in winter

Divyabhaskar.com

Jan 04, 2020, 08:17 PM IST

રેસિપી ડેસ્ક. શિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે. તમે ટમેટાંનો સૂપ તો પીધો જ હશે તો હવે ટ્રાય કરો ચણા પાલકનો સૂપ. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શરદી-ઉધરસમાં પણ રાહત આપશે. તો બનાવો ચણા પાલકનો સૂપ.

સામગ્રીઃ

 • આંબળા - 3 (બાફીને છુંદો કરેલા)
 • પાલક - 1 કપ
 • બાફેલા ચણા - પા કપ
 • આદુંની પેસ્ટ - અડધી ચમચી
 • લસણની પેસ્ટ - પા ચમચી
 • સમારેલી ડુંગળી - 1 નંગ
 • વેજિટેબલ સ્ટોક - 1 કપ
 • જીરા પાઉડર - અડધી ચમચી
 • મીઠું - સ્વાદ મુજબ, તાજું ક્રીમ - સજાવટ માટે

બનાવવાની રીત :

 • એક પેનમાં માખણ ગરમ કરી તેમાં તરત ડુંગળી, લસણ અને આદું નાખીને સાંતળો.
 • તેમાં સમારેલી પાલક નાખીને ચડવા દો અને ઠંડું કર્યા પછી મિક્સરમાં ક્રશ કરી લો.
 • તેની સાથે બાફેલા ચણા અને આંબળાના ગરને પણ ક્રશ કરો. આને એક બાઉલમાં કાઢો.
 • તેમાં મરીનો ભૂકો, જીરાં પાઉડર અને મીઠું ભેળવો. ઉપર ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરો.
X
Recipe: Make a hot-chickpea-spinach soup in winter

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી