રાગીના લોટનો શીરો / રેસિપીઃઠંડીમાં બનાવો સ્વાદિષ્ટ રાગીના લોટનો શીરો

Recipe Make a head of delicious ragina loat no shiro

Divyabhaskar.com

Dec 27, 2019, 07:04 PM IST

રેસિપી ડેસ્કઃ ઘઉંના લોટનો કે સોજીના લોટનો શીરો તો તમે બનાવ્યો જ હશે. આજે બનાવો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક એવા રાગીના લોટનો શીરો. તે ઘણો જ પૌષ્ટિક છે. સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.
સામગ્રી

  • રાગીનો લોટ - અડધો કપ
  • ઘી - 3 ચમચા
  • ગરમ કરેલું દૂધ - 1 કપ
  • ખાંડ - પા કપ
  • એલચીનો ભૂકો - અડધી ચમચી
  • સમારેલા બદામ-પિસ્તાં - પા કપ

બનાવવાની રીત :

  • સૌથી પહેલાં રાગીના લોટને ગરમ ઘીમાં ધીમી આંચે શેકી લો. ખાંડ અને એલચીનો ભૂકો ભેળવી અને બદામ-પિસ્તાંની થોડી ચીરીઓ તેમાં ભેળવો.
  • તેને ઢાંકીને પાંચેક મિનિટ સીઝવા દો. તે પછી એક બાઉલમાં કાઢી અને ઉપર બદામ અને પિસ્તાંની ચીરીઓથી ગાર્નિશિંગ કરો.
X
Recipe Make a head of delicious ragina loat no shiro

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી