કેળાંની બરફી / રેસિપીઃદિવાળીમાં બનાવો સ્પેશિયલ કેળાંની બરફી, જે કેલ્શિયમથી ભરપૂર છે

Recipe: Make a Diwali Special Banana barafi, Full of Calcium

Divyabhaskar.com

Oct 26, 2019, 12:00 AM IST

રેસિપીઃ ભારતમાં દિવાળીના તહેવારને ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળીમાં દરેકના ઘરે કોઈના કોઈ વાનગીઓ બનતી હોય છે. આ દિવાળી પર બનાવો કેળાંની બરફી. તે સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે. મહેમાનોને પણ ભાવશે. તો 10 મિનિટમાં બનાવો બેસનની બરફી.
સામગ્રીઃ

 • 6 મોટા પાકા કેળાં
 • - 2 કપ દૂધ
 • - 3 કપ ખાંડ
 • - 3 ટીસ્પૂન ઘી
 • - 100 ગ્રામ નારિયેળ
 • - 1 કપ ક્રશ અખરોટ

બનાવવાની રીત

 • કેળાંની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે મેશ કરેલા કેળાંને દૂધ સાથે એક પેનમાં ત્યાં સુધી પકાવો. જ્યાં સુધી તે ડ્રાય ન થઈ જાય.
 • હવે તેમાં ઘી ઉમેરો અને જ્યાં સુધી મિશ્રણનો રંગ બ્રાઉન ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ અને છીણેલું નાળિયેર ઉમેરો. સાથે અખરોટ પણ મિક્સ કરો.
 • હવે ગેસની આંચ પરથી નીચે ઉતારી લો. એક પ્લેટમાં ઘી લગાડીને તેને ગ્રિસ કરો અને તેના પર આ મિશ્રણ પાથરી લો.
 • તેને પ્લેટમાં એકસમાન રીતે ફેલાવી દો. એકવાર બરફી ઠંડી પડે પછી તેના જોઈતા આકાર અને માપના ટુકડા કરી લો. ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો
X
Recipe: Make a Diwali Special Banana barafi, Full of Calcium
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી