તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Recipe: Instantly Make Tasty And Spicy Chili Corn Lick

રેસિપીઃ ઝટપટ બનાવો ટેસ્ટી એન્ડ સ્પાઈસી ચિલી કોર્ન ચાટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રેસિપી ડેસ્ક. કેટલીકવાર સાંજે ભૂખ લાગે ત્યારે કંઈક મસાલેદાર કંઈક ખાવાની ઈચ્છા થાય છે. એવામાં તમે ઘરે જ સ્વાદિષ્ટ મસાલેદાર કોર્ન બનાવીને ખાઈ શકો છો.કોર્ન ચાટ બનાવવા માટે વધારે સમય નથી લાગતો. તે ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. તો બનાવો મસાલેદાર કોર્ન ચાટ.  

સામગ્રી:

 • 150 ગ્રામ અમેરિકન મકાઈ
 • 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
 • 3/4 ચમચી આદુ
 • 1 ચમચી મેંદા લોટ
 • મીઠું જરૂર પ્રમાણે
 • 1 ચમચી ખાંડ
 • 1/2 ચમચી તેલ
 • 20 ગ્રામ કેપ્સિકમ
 • 20 ગ્રામ લાલકેપ્લિકમ
 • 20 ગ્રામલીલા મરચાં
 • 3/4 ચમચી લસણની પેસ્ટ
 • 2 થી 1/2 ચમચી મકાઈનો લોટ
 • 1/2 ચમચી સફેદ મરી
 • 1/2 ચમચી મરચું તેલ
 • 1/2 ચમચી સોયા સોસ

બનાવવાની રીત

 • એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે ત્યારે તેમાં અમેરિકન મકાઈ નાખો. મકાઈને બાફવા દો. મકાઈ બફાઈ જાય બાદમાં મકાઈમાંથી પાણી કાઢીને ઠંડી થવા મૂકો
 • ઠંડી થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં મકાઈનાખીને તેના પર મેંદો, સફેદ મરચાનો પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવુ અને તેમા આદુ લસણની પેસ્ટ અને ડુંગળી નાખની સારી રીતે સાંતળવી
 • હવે તેમાં લીલા કેપ્સીકમ અને લાલ કેપ્સીકમ નાખીને સારી સાંતળો
 • તમામ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા બાદ સ્વાદમુજબ મીઠું, ચીચી સોસ, સોયા સોસ નાખીને સારી રીતે મિક્સ કરો.
 • ત્યારબાદ તેમાં ફ્રાય કરેલી મકાઈ નાખીને સારી રીતે મિક્સ કરો. તો તૈયાર મસાલેદાર કોર્ન ચાટ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો