તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસિપીઃશિયાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અડદિયા પાક

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેસિપી ડેસ્ક. શિયાળો એટલે વસાણાની સિઝન. શિયાળાની ઠંડી શરૂ થાય કે તરત જ ગરમ મસાલા- તેજાના- સૂકો મેવો અને ઘી-ગોળથી ભરપૂર વસાણા બનાવવામાં આવે છે. તેમાંથી એક છે અડદિયા પાક. તેને ખાવાથી શરીર સ્ફૂર્તિમાં રહે છે તે શરીર માટે પણ ફાયદાકારક છે. 

સામગ્રી

 • 1 લીટર દૂધ
 • 2કિલો ઘી
 • 20 એલચી
 • 2 કિલો અડદનો લોટ
 • 20 બદામ
 • 20 કાજૂ
 • 200 ગ્રામ ગુંદર
 • 1.750 ગ્રામ ખાંડ
 • સૂકા નાળિયેરનું છીણ
 • ખસખસ

બનાવવાની રીતઃ

 • સૌ પ્રથમ દૂધ અને ઘી ગરમ કરો. તેને બરાબર ઉકળવા દો.
 • ગરમ કરેલા દૂધ અને ઘીને અડદના લોટમાં મિક્સ કરો અને તેને બરાબર હળવા હાથે મિક્સ કરી લો.
 • એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં લોટ ઉમેરી ધીમા તાપે લોટ મરૂન કલરનો થાય ત્યાં સુધી શેકવો.
 • લોટ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી 4-5 ટી સ્પૂન ગરમ દૂધ ઉમેરી હલાવવું.
 • ગરમ લોટમાં જ તળેલો ગુંદ, સૂંઠ પાઉડર, ગંઠોળા પાઉડર , સૂકા નાળિયેરનું છીણ, પીપરનો પાઉડર, એલચી તથા જાવંત્રી પાઉડર અને ખસખસ ઉમેરી 1 મિનિટ હલાવવું.
 • મિશ્રણને હાથમાં લઈ શકાય તેટલું ઠંડુ પડે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવું.
 • મિશ્રણને થાળીમાં પાથરી અડદિયા પાકના ચોસલા પાડી લો. તૈયાર છે તમારો અડદિયા પાક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો