એપલ ખીર / રેસિપીઃનવરાત્રિમાં ઉપવાસમાં બનાવો ટેસ્ટી એપલ ખીર

Make tasty apple pudding in Navratri fasting

Divyabhaskar.com

Oct 07, 2019, 10:51 AM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રિમાં ઉપવાસમાં એકનું એક ફરાળ ખઈને તમે પણ કંટાળી ગયા હશો. તો હવે ટ્રાઈ કરો એપલ ખીર. તમે મૌરેયાની ખીર ચોખાની ખીર તો ખાધી જ હશે તો આજે ટ્રાઈ કરો એપલ ખીર.
સામગ્રી :-

૨ નંગ એપલ ( સફરજન )
૧ લીટર દૂધ
બેકિંગ સોડ
૧/૨ કપ ખાંડ
૨ ટે.સ્પૂન ડ્રાયફ્રુટ ની કતરન ( કાજુ,બદામ, પીસ્તા )
એલચી પાવડર
ચપટી કેસર
દ્રાક્ષ

બનાવવાની રીત :–
સફરજનને ધોઈ છોલી ને છીણી લેવું. ત્યારબાદ એક જાડા તળીયા વાળી તપેલીમાં દૂધને ઉકાળવા મૂકવું. દૂધનો ઉભરો આવે ત્યા સુધી તેને ઉકાળવું અને ચમચાથી દૂધને હલાવતા રહેવું જેથી તેપલીની નીચે ચોટે નહીં.

ઉકળતા દૂધમાં બેકિંદ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદમાં દૂધ થોડું ધટ થાય એટલે તેમા છીણેલુ સફરજ નાખવું અને ફરીથી દૂધને ઉકાળવું.

સફરજન બરાબર ચઢે નહીં ત્યાં સુધી દૂધને ઉકાળવુ અને ખીર ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ચમચા વડે બરાબર હલાવો.

વચ્ચે દૂધ પણ હલાવતા રહેવું.દૂધ થોડું ધટ થાય એટલે જે સાતળેલુ એપલ છે એ , કેસર નાખી થોડું ઉકાળવું .છેલ્લે એમાં ડ્રાયફ્રુટ, એલચી પાવડર નાખી મિકસ કરવું. તો તૈયાર છે સફરજનની ખીર.

X
Make tasty apple pudding in Navratri fasting
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી