બટાકાનો હલવો / રેસિપીઃનવરાત્રીના સાતમાં નોરતે બનાવો બટાકાનો હલવો

Make a potato halva in Navratri

Divyabhaskar.com

Oct 07, 2019, 10:46 AM IST

રેસિપી ડેસ્ક. નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને ઉપવાસ કરે છે. આ સંજોગોમાં નવ દિવસ ફરાળી

ખોરાકમાં શું ખાવું અને શું નહીં તેને લઈને મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે. તો આજે બનાવો બટાકાનો હલવો.

સામગ્રી
બટેટાનો હલવો
800 ગ્રામ બાફેલા બટાકા
250 ગ્રામ ખાંડ
250 ગ્રામ દેશી ઘી
1 કપ દૂધ
ડ્રાયફ્રૂટ
એલચી પાવડર

બનાવવાની રીત
બટેટાને બાફીને તેની છાલ કાઢી લેવી. ત્યારબાદ એક કઢાઈમાં ઘી ગરમ કરવું અને બટેટાનો માવો ધીમા તાપે શેકવો

10 મિનિટ બાદ જ્યારે બટેટામાંથી ઘી છુટું પડવા લાગે ત્યારે તેમાં દૂધ ખાંડ અને કેસર અને ડ્રાયફ્રૂટ નાખી સારી રીતે મિક્સ કરી લો

તો તૈયાર છે બટેટાનો ગરમા ગરમ હલવો.

X
Make a potato halva in Navratri
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી