30 દિવસ 30 વાનગી:આસામમાં બનાવવામાં આવતી 'કૌની ધાનોર પાયોખ' એટલે કે ખીર તમે પણ ટ્રાય કરી શકો છો, આ રહી સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

2 મહિનો પહેલા

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

પૂર્વ ભારતમાં આસામની વાનગીઓની એક અલગ જ ઓળખ છે. કેટલીક વાનગીઓમાં બંગાળનો પ્રભાવ જોવા મળે છે. પણ મોટાભાગની વાનગીઓ આજુબાજુના 6 પાડોશી રાજ્યના સ્વાદ પર નિર્ભર છે. પરંપરાગત વાનગીમાં તેલ, ઘી, અને મસાલાનો ઉપયોગ નામ માત્રનો જ હોય છે. ગળપણ માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષ તહેવાર પર બનાવવામાં આવતી કૌની ધાનોર પાયોખ તેનું ઉદાહરણ છે. તેના નામ સાથે ધાન્ય જોડાયેલું છે પણ તેને અનાજ ગણવામાં આવતું નથી.

આજ 'પર્વનાં પકવાન' સિરીઝ'માં અમે તમને જણાવીશું એક નવી રેસિપી...

પર્વનાં પકવાનની સિરીઝમાં સાતમી રેસિપી છે કૌની ધાનોર પાયોખ, જેને બનાવવાની રીત શીખવી રહ્યા છે શેફ સ્નેહા લતા સૈકિયા...

સામગ્રી : 5-6 લોકો માટે

બનાવવાનો સમય : 40થી 45 મિનિટ

આ વસ્તુ છે જરૂરી...

 • મોરૈયો (સમા ચાવલ) : 1 કપ,
 • દૂધ : 1 લિટર,
 • ગોળ : અડધો કપ, (પાણી નાખી ઓગાળેલો),
 • દ્રાક્ષ : થોડીક,
 • લીલી ઈલાયચી : અડધી નાની ચમચી (ખાંડેલી),
 • સૂકો મેવો : (કાજુ, બદામ, પિસ્તા)

આ રીતે બનાવો :

 • સૌથી પહેલાં દૂધ ઉકાળી લો.
 • એક વાસણમાં મોરૈયાને શેકી લો,
 • હવે તેમાં દૂધ નાખી મિક્સ કરો. ઉપર ઢાંકણ ઢાંકી ધીમી આંચ પર પકવો.
 • જ્યારે દૂધ અને ચોખા થોડાક ગાઢ થઈ જાય પછી તેમાં લીલી ઈલાયચી અને ગોળ નાખી મિક્સ કરો.
 • આ ખીરને થોડીક મિનિટો સુધી ગેસ પર રાખો, ઘટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.
 • હવે ખીરની ઉપર દ્રાક્ષ અને સૂકો મેવો ભભરાવીને ગરમાગરમ કે ઠંડી પાડીને પીરસો.

* પાયોખનો અર્થ છે ખીર, કૌની ધાનોર અર્થાત્ સમાના ચોખા