સલાડ ખાવાથી વધી શકે છે વજન:જેને તમે હેલ્ધી માનો છો તે અનહેલ્ધી તો નથી ને? સલાડ બનાવતી વખતે આટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શરીરમાં કેલરી ઇનટેક વધવાથી મેદસ્વિતાનો શિકાર બની શકો છો
 • હેલ્ધી રહેવા માટે સલાડમાં નટ્સ અને સીડ્સ અને દાડમ ઉમેરો

મોટાભાગના લોકો હેલ્ધી ડાયટમાં સલાડના સેવનને બેસ્ટ ઓપ્શન સમજે છે. ઘણા વેજ સલાડ તો ઘણા લોકો તમામ પ્રકારના ફળ સલાડમાં ખાય છે. સલાડ ફિટ રહેવામાં મદદ કરે છે, પણ જો તમને લાગતું હોય કે સલાડ ખાવાથી વજન ઓછું થઈ જશે તો તમે ખોટા છો. ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ થાય છે. જયપુરમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં ડિપાર્મેન્ટ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશન એન્ડ ડાયટેટિકસના હેડ અંશુ ચતુર્વેદીએ કહ્યું, જો તમે સલાડ બનાવતી વખતે અમુક મહત્ત્વની વાત પર ધ્યાન નહીં આપો અથવ આતો તેમાં શું ઉમેરવું જોઈએ તે ખબર નહીં હોય તો કેલરી ઇનટેક વધવાથી મેદસ્વિતાનો શિકાર બની શકો છો.

સલાડમાં આટલી વસ્તુઓ ના વાપરો:

 1. ચીઝ: સલાડમાં ચીઝનો ઉપયોગ ઓછોમાં ઉપયોગ કરો. હાઈ કેલરીઝ અને ફેટને લીધે તે વજન વધારી શકે છે આથી ચીઝની જગ્યાએ લીલી શાકભાજી મિક્સ કરી શકો છો.
 2. ફ્રાઈડ સ્કિન: ચિકનમાં ઘણું પ્રોટીન હોય છે. તે મસલ્સ માંસ માટે જરૂરી છે, પરંતુ ફ્રાઈડ ચિકનથી સલાડમાં પોષક તત્ત્વો ઓછા થઈ શકે છે. આથી ફ્રાઈની જગ્યાએ ગ્રિલ ચિકન યુઝ કરો.
 3. મીઠું: વેજ સલાડમાં મીઠાનો ઉપયોગ ના કરો, કારણકે લીલી શાકભાજીમાં શરીરની જરૂરિયાત પ્રમાણે મીઠું હોય છે.
 4. સ્ટાર્ચવાળી શાકભાજી: સલાડમાં મટર અને કોર્ન સામેલ કરવાથી કેલરી ઇનટેક એક લિમિટથી વધી જાય છે.
 5. મેયોનીઝ: આના વગર સલાડ ખાવાની મજા નથી આવતી પણ વધારે પડતા ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે. આ અવોઇડ કરવાના પ્રયત્નો કરો.
 6. હાઈ પ્રોટીન: ટોફૂ, લીન ચિકન અને ચણામાં પૂરતા પ્રમાણમાં ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. ત્રણેય વસ્તુ એક સાથે સલાડમાં સામેલ ના કરવી. તેમાંથી એક પ્રોટીન સ્ત્રોતને શાકભાજી સાથે સલાડમાં લઈ શકો છો.

ક્યારે સલાડ ખાવું જોઈએ?
ફ્રૂટ કે વેજ સલાડમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે, તેનાથી જલ્દી ભૂખ શાંત થઈ જાય છે આથી સલાડને ભોજનના અડધા કલાક કે પછી કલાક પહેલાં ખાઈ શકો છો. તેનાથી ભોજન દરમિયાન રોટલી અને ભાત ઓછો ખવાશે. સાથે જ વજન કન્ટ્રોલમાં રહેશે અને શરીરને પ્રોટીન, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ મળશે.

સલાડ ખાવાના ફાયદાઓ:

 • સારી ઊંઘ આવશે.
 • આંખોની રોશની વધારે તેજસ્વી બનશે.
 • ડાયજેશન સારું થશે.
 • ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખવામાં મદદરૂપ થશે.
 • વજન ઓછું કરવા બેસ્ટ ઓપ્શન છે.

હેલ્ધી રહેવા માટે સલાડમાં આટલી વસ્તુઓ મિક્સ કરો:

 • નટ્સ અને સીડ્સ
 • ઓલિવ ઓઈલ
 • બાફેલા ઈંડાં
 • દાડમ

નોટ: આ વસ્તુઓથી સલાડ હેલ્ધી બની શકે છે, પણ તેના પ્રમાણનું ચોક્કસ ધ્યાન રાખો.