30 દિવસ 30 વાનગી:ટામેટાંના દુલમા છે એકદમ ટેસ્ટી, આજે જ ઘરે ટ્રાય કરવા માટે નોંધી લો ફટાફટ રેસિપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

વર્ષો પહેલાં કોઈ શુભ પ્રસંગે જમણવાર પર શાકાહારી મહેમાનો માટે કંઈક વિશેષ બનાવવાનો સવાલ ઉપસ્થિત થતો હતો ત્યારે ભરેલા ટામેટાં સૌથી પહેલાં યાદ આવતાં હતાં. પછી તે ભૂલાઈ ગયા. આજે તે ક્યારેક ક્યારેક જોવા મળે છે. અવધ અને બંગાળમાં ભરેલાં શાકભાજી દુલમા તરીકે ઓળખાય છે. જેનું મૂળ ગ્રીક ભાષાનો દુલમાનંતિસ શબ્દ છે. ગ્રીસના લોકોનો ભારત સાથે બહુ પ્રાચીન સંબંધ છે માટે કહી શકાય કે ટામેટાં પહેલાં પણ ભરેલાં શાકભાજીની વાનગીઓ બનતી હતી.- પુષ્પેશ પંત (ખાણીપીણી વિશેષજ્ઞ)

આજે પર્વનાં પકવાનમાં ટામેટાંના દુલમાની રીત જણાવીશું. ઉત્તરાખંડના શેફ મહાવીર બનકોટી જણાવી રહ્યા છે વાનગીની રીત...

સામગ્રી : 3-4 લોકો માટે બનાવવાનો સમય : 15-20 મિનિટ

આ વસ્તુ જરૂરી...
ટામેટાં-4થી 6 મધ્યમ કદનાં (બહુ પાકેલાં નહીં),
બાફેલા બટાકા-2,
પનીર-50 ગ્રામ છીણેલું,
જીરું પાઉડર-1 નાની ચમચી,
લાલ મરચું પાઉડર-અડધી નાની ચમચી,
દાડમના સૂકા દાણા/આંબોળિયા પાઉડર-નાની ચમચી,
સંચળ-પા ચમચી,
ધાણા પાઉડર-1 નાની ચમચી,
સૂંઠ પાઉડર-અડધી ચમચી,
ઘી/તેલ-બે મોટા ચમચા,
કસૂરી મેથી-1 ચમચી.

આ રીતે બનાવો :
ટામેટાંનો ઉપલો ભાગ કાપી અલગ કરો, ચપ્પુની મદદથી કોતરી લો પણ ધ્યાન રાખો કે, ટામેટાંમાં કાણું પડવું જોઈએ નહીં, બટાકા છીણીને મસળી લો અને પનીર, મસાલા, મીઠું અને ખટાશ ઉમેરી મિક્સ કરો, હવે કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરો, મધ્યમ આંચ પર ટામેટામાંથી નીકળેલો વચ્ચેનો ભાગ, બટાકા અને પનીરનું મિશ્રણ નાખી બે મિનિટ સુધી હલાવો, મિશ્રણ ઠંડું પડે એટલે નાના-નાના બોલ બનાવી ટામેટાંમાં ભરી લો, હળવે હાથે ઉપરથી સમતળ કરો, ભરેલાં ટામેટાં કઢાઈમાં મૂકો અને હલકા હલકા તળી લો, જેથી કરી બહારની સપારી ચમકદાર થઈ જાય. ચપટી કસૂરી મેથી હાથમાં મસળીને નાખો.
ટામેટાંના દુલમા હવે તૈયાર