• Gujarati News
  • Lifestyle
  • Recipe
  • To Make Market Like French Fries, Keep Potato Slices In The Fridge Before Frying, This Is Also An Easy Way To Make Chips At Home.

કુકિંગ ક્લાસ:માર્કેટ જેવી ફ્રેંચ ફ્રાઈઝ બનાવવા માટે બટાકાની સ્લાઈઝને પહેલા ફ્રીઝરમાં મૂકો, ઘરે ચિપ્સ બનાવવાની આ સૌથી સરળ રીત જોઈ લો

મોના તુરાની2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માર્કેટમાં મળતી ફ્રેંચ ફ્રાઈઝ બાળકોની ફેવરિટ હોય છે. હાલ કોરોના મહામારીને લીધે બાળકો ઘરે જ છે અને જો ફ્રેંચ ફ્રાઈઝને યાદ કરી રહ્યા છે તો માર્કેટ જેવી જ ફ્રેંચ ફ્રાઈઝ ઘરે બનાવી શકો છો. આ રીતથી સરળતાથી તમે ઘરે બનાવી શકો છો.

આવી રીતે ફ્રેંચ ફ્રાઈઝ બનાવો:
મોટા 1-2 બટાકા લઈને તેને છોલી લો. હવે ફ્રેંચ ફ્રાઈઝની જેમ સમારી લો. પેનમાં પાણી ઉકાળો અને તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. બટેકાને પાણીમાં ઉમેરી બાફી લો. એ પછી તેને ટિશ્યૂ પેપર કે કપડાં પર લો અને ઠંડી કરી લો. ત્યારબાદ આ તેને એરટાઈટ ડબ્બા કે પાઉચમાં બંધ કરીને એક કલાક માટે ફ્રીઝરમાં મૂકો. ત્યારબાદ ફ્રીઝરમાંથી કાઢીને ગરમ તેલમાં તળી લો.

ફ્રેંચ ફ્રાઈઝ બનાવવાની બીજી રીત:
પાણીમાં મીઠું ઉમેરીને ઉકાળો. તેમાં બટાકાની સ્લાઈઝ નાખી કાચી-પાકી બાફીને બહાર કાઢી લો. એ પછી કપડાં પર સૂકવીને સ્લાઈઝ પર મોટો ચમચો કોર્નફ્લાવર ભભરાવો. ત્યારબાદ એરટાઈટ ડબ્બા કે પાઉચમાં બંધ કરીને એક કલાક માટે ફ્રીઝરમાં મૂકો અને ગરમ તેલમાં તળી લો.

ચિપ્સ બનાવવની રીત જાણો:
જરૂર પ્રમાણે બટાકા લો અને તેની છાલ ઊતારી લો. હવે બટાકાની ચિપ્સ કરીને તેને પાણીમાં નાખતા જાઓ. ચિપ્સને પાણીથી ધોઈ લો. એ પછી પાણીમાં મીઠું નાખીને અડધી બાફી લો. આ ચિપ્સને કાગળ કે કપડાં પર મૂકી પાણી સૂકવી દો. ચિપ્સ પર થોડું પણ પાણી ના હોવું જોઈએ. હવે તે બદામી રંગની થાય ત્યાં સુધી તળો અને લાલ મરચું, મરી પાઉડર અને મીઠું ભભરાવીને સર્વ કરો અથવા તો એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરો.

અન્ય સમાચારો પણ છે...