મધર્સ ડે રેસિપી / માતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા બનાવો સ્વાદિષ્ટ અડદ દાળના મસાલા પુલ્લા

To express your love for your mother, make delicious Adad Dal Masala Pulla
X
To express your love for your mother, make delicious Adad Dal Masala Pulla

દિવ્ય ભાસ્કર

May 09, 2020, 07:03 PM IST

એવું કહેવામાં આવે છે કે માતાના હાથમાં સ્વાદનો જાદુ છે. તે માતાનો પ્રેમ છે જે ભોજનનો સ્વાદ વધારે છે. તો આ મધર્સ ડે પર તમે કંઈક ખાસ વાનગી બનાવીને માતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરો. તમે દિલથી બનાવેલી કોઈપણ વાનગી તમારી માતાને જરૂરથી પસંદ આવશે. મધર્સ ડે પર બનાવો અડદ દાળના મસાલા પુલ્લા.

સામગ્રી

 • 1 કપ-  અડદ દાળ પાણીમાં પલાળેલી
 • 2 નંગ લીલા મરચા
 • 1 નાનો ટુકડો આદુનો
 • 1 નાની ચમચી ચાટ મસાલો
 • 2 મોટા ચમચા લીલી કોથમીર સમારેલી
 • ચપટી હીંગ
 • 2 મોટા ચમચા- તેલ
 • મીઠું- સ્વાદ પ્રમાણે

બનાવવાની રીતઃ

 • પાણીમાં 6 કલાક સુધી અડદ દાળને પલાળીને રાખો. હવે દાળમાંથી પાણી કાઢીને અલગ કરી લો. મિક્સરમાં લીલા મરચા અને આદુની સાથે દાળને પીસી લો.
 • ત્યારબાદ એક મોટા બાઉલમાં આ મિશ્રણ કાઢો અને તમામ મસાલા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને તેને સારી રીતે હલાવવો.
 • ગરમ તવા પર થોડું તેલ ગરમ કરો. મિશ્રણ નાખીને તેને પુલ્લાની જેમ ફેલાવો. ઉપરના ભાગ પર લીલી કોથમીર નાંખો અને તેને મધ્યમ આંચ પર શેકી લો.
 • ગરમ અડદ દાળના મસાલા પુલ્લા તૈયાર છે તેને તમે લીલી ચટણીની સાથે પીરસો. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી