30 દિવસ 30 વાનગી:નવરાત્રિ પર ઘરે મહેમાન આવે તો કુટ્ટુની પાણીપુરી સાથે સૂપ પરોસો, જાણો સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તહેવાર એ પૂજા-પાઠની સાથે તમારી સમૃદ્ધ પરંપરાઓને પણ અભિવ્યક્ત કરે છે. ભાસ્કરે 12 રાજ્યોની 27 શહેરોની મહિલા પાઠકો પાસેથી મળેલા સૂચનો મુજબ આ વખતે ખાસ તૈયારીઓ કરી છે.

મહિલાઓના મત મુજબ તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્વ હોય છે. મહિલા પાઠકોના મળેલા સૂચન પ્રમાણે ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની વિધિ જણાવશે. તેના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની વિધિ જણાવશે એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

આ પર્વના પકવાન સીરિઝની બીજી રેસિપી પંપકિન સૂપ અને કૂટ્ટુ પાણીપુરી છે. આ પકવાન બનાવવાની રેસિપી સ્ટ્રીટ સ્ટોરીઝ રેસ્ટોરા, ઝારખંડના શેફ નિશાંત ચોબે જણાવશે.

પંપકિન સૂપ અને કૂટ્ટુ પાણીપુરી બનાવવા માટે.....
સામગ્રી-
4 લોકો માટે
બનાવવાનો સમય- 30 મિનિટ

શું-શું જોઈશે?
પંપકિન સૂપ માટે- કોળું- 450 ગ્રામ, નારિયેળનું દૂધ- 300 મિલી, કરીપતા- સ્વાદ મુજબ, સૂકાયેલ લાલ મરચુ- સ્વાદ મુજબ, જીણું સમારેલ આદુ- 50 ગ્રામ, કોકોનટ ઓઈલ- 4 મોટી ચમચી, લાલ મરચુ પાવડર- 2 નાની ચમચી

પાણીપુરી માટે- કુટ્ટુનો લોટ- 500 ગ્રામ, બાફેલા ક્રશ કરેલા બટેટા- 200 ગ્રામ, લોટ ગૂંથવા માટે ગરમ પાણી- 1 ગ્લાસ, તેલ- તળવા માટે, સેંધા નમક- સ્વાદ મુજબ

આવી રીતે બનાવો
પંપકીન સૂપ માટે- કોળાને છીલીને નાના-નાના ટુકડામાં સમારી લો. ત્યારબાદ એક કડાઈમાં કોકોનટ ઓઈલ ગરમ થવા માટે મૂકો. તેમાં આદુ ઉમેરીને શેકો. સૂકાયેલ લાલ મરચા અને કરીપતાનો તડકો મારો. પછી કોળાના સમારેલા ટુકડા તેમાં ઉમેરો. લગભગ બે કપ પાણી ઉમેરીને થોડા સમય માટે પકાવો. જ્યારે કોળા મુલાયમ થઈને પાકી જાય તો ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો. હવે એક કડાઈમાં કોકોનટ મિલ્ક ગરમ કરો અને તેમાં સેંધા નમક પણ મિક્સ કરો.

પાણીપુરી બનાવવા માટે- કુટ્ટુના લોટમાં બટાકા મિક્સ કરીને તેમાં થોડું-થોડું ગરમ પાણી ઉમેરીને ગૂંથી લો. આ લોટને પાતળો ગૂંથો અને તમારા મનપસંદ આકારના કટરથી પુરી કાપી લો. ત્યારબાદ તેને એક કડાઈમાં તેલ ગરમ કરીને સોનેરી થાય ત્યા સુધી તળી લો.

આવી રીતે પરોસો- એક ખાલી પ્લેટમાં ઉકાળેલ કોળાના ટુકડા રાખો. તેમાં કોકોનટ મિલ્કનું મિશ્રણ અને કુટ્ટુની પાણીપુરી ઉમેરો. તેની ઉપર કોળાનું સૂપ રેડી દો. નારિયેળના બારીક ટુકડા ઉમેરીને પરોસો.

ખાણીપીણીના વિશેષજ્ઞ પુષ્પેશ પંત આ ડિશ વિશે શું કહે છે? ચાલો જાણીએ
ભારતના ઘણા રાજ્યોમાં કુટ્ટુના લોટનો ઉપયોગ ફળાહારમાં કરવામાં આવે છે. તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. તે અનાજ નથી પણ સ્યુડોસેરિયલ-ગ્રેઇન છે, તેથી તમે તેને ઉપવાસમાં ખાઈ શકો છો. તેમાં સંતુલિત માત્રામાં પોષક તત્વો અને ખનિજો હોય છે.