રેસિપીઃ બનાવો ટેસ્ટી અને મસાલેદાર લીંબુનું વઘારિયું અથાણું

Recipes: Make tasty and spicy lemon pickles
X
Recipes: Make tasty and spicy lemon pickles

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 07:24 PM IST

રેસિપીઃ આજકાલ માર્કેટમાં લીંબુ ઘણા મળે છે. તેનું અથાણું બનાવીને આખું વર્ષ સ્વાદ માણી શકાય છે. પાચન માટે પણ તે સારા છે. તો બનાવો લીંબુનું વધારિયું અથાણું. જે ખાવામાં પણ ટેસ્ટી છે અને તેને બનાવી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. તેનાથી ખાવાનું પણ જલ્દી પચી જાય છે. 

 સામગ્રી

 • લીંબુ - 7 નંગ 
 •  સમારેલાં લીંબુ - 2 કપ
 • તેલ - 1 ચમચો
 • હળદર - 1 ચમચી
 • મીઠું - 2 ચમચી
 • વઘાર માટે  
 • તેલ - 5 ચમચા
 • રાઇ - 1 ચમચી
 • મેથી - 1 ચમચી
 •  સમારેલું આદું - 1 ચમચીસમારેલું લસણ - 4 કળી
 •  સમારેલું મરચું - 1 નંગ
 •  લીમડો - 8-10 પાન 
 • મરચું - 1 ચમચો
 •  હિંગ - અડધી ચમચી,
 • લીંબુનો રસ - અડધો ચમચો

બનાવવાની રીત :  

 • લીંબુને ધોઇને સારી રીતે સુકાવા દો. એક કડાઇમાં એક ચમચો તેલ મધ્યમ આંચે ગરમ કરો. તેમાં લીંબુને સતત હલાવતાં રહી સાંતળો. 
 • લીંબુ સહેજ ફૂલી જાય અને તેમાં તિરાડો પડવા લાગે એટલે તેને પ્લેટમાં કાઢો. ઠંડા થાય એટલે ટુકડા કરો. તેમાંથી બી કાઢી નાખો. 
 • આ જ પ્લેટમાં સમારેલા લીંબુ, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો. હવે કડાઇમાં ત્રણ ચમચા તેલ ગરમ કરી રાઇ નાખો. 
 • તે તડતડે એટલે મેથી નાખી બે-ત્રણ સેકંડ રાખી સમારેલાં આદું, લસણ, મરચાં અને લીમડો નાખી વઘાર કરો. 
 • જ્યારે તેની સુગંધ આવવા લાગે એટલે આંચ ધીમી કરી મરચું અને હિંગ ભેળવો અને સહેજ હલાવો. 
 • તેમાં બધાં લીંબુ અને લીંબુનો રસ ભેળવો અને આંચ પરથી ઉતારી લો. હવે અથાણાંને ઠંડું થવા દઇને પછી બરણીમાં ભરી લો. 
 • વધેલા તેલને ગરમ કરી ઉપર રેડો. બરણી હલાવી અને ઢાંકણું ઢાંકી બે દિવસ સામાન્ય તાપમાને રહેવા દો. તેનું ઢાંકણું ખોલ્યા પછી ફ્રીજમાં જ રાખો. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી