રેસિપીઃ બનાવો ઝટપટ સ્વાદિષ્ટ લીંબુનું ઓઇલ-ફ્રી અથાણું

Recipes: Make instant delicious lemon oil-free pickles
X
Recipes: Make instant delicious lemon oil-free pickles

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 06:27 PM IST

રેસિપીઃ આજકાલ માર્કેટમાં લીંબુ ઘણા મળે છે. તેનું અથાણું બનાવીને આખું વર્ષ સ્વાદ માણી શકાય છે. પાચન માટે પણ તે સારા છે. લીંબુ અને ગાજરનું અથાણું તો બધાએ ખાધું હશે તો હવે ટ્રાય કરો તેલ વગરનું ઓઈફ્રી લીંબુનું અથાણું તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે. 


સામગ્રી

 • લીંબુ - 5 નંગ
 • પાણી - 250 ગ્રામ
 • હળદર - 1 ચમચી
 • મીઠું - 2 ચમચી
 • હિંગ - અડધી ચમચી
 • મરચું - 2 ચમચી


બનાવવાની રીત :  

 • કૂકરમાં પાણી લઇ તેમાં લીંબુને પાંચેક સીટી થાય ત્યાં સુધી બફાવા દો. તે પછી તેને આંચ પરથી ઉતારી ઠંડું થાય એટલે કૂકરમાંથી લીંબુ કાઢી તેના ચાર ટુકડા કરો. 
 • તેનાં બી કાઢી લો. તેમાં મીઠું અને હળદર ભેળવી દસેક મિનિટ માટે રહેવા દો. તે પછી તેમાં હિંગ અને મરચું ભેળવો અને બરણીમાં ભરી લો. 
 • બાફેલાં લીંબુનું અથાણું તૈયાર છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી