30 દિવસ 30 વાનગી:પાતિશાપ્તા પીઠાં સ્વીટ હોય અને નાસ્તામાં પીરસવામાં આવે છે, આવો જાણીએ સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

આસામ, બંગાળ, ઓડિશામાં અનેક પ્રકારના પીઠા બનાવવામાં આવે છે. આમાંથી કેટલાક નમકીન હોય છે, પરંતુ મોટાભાગના ગળ્યાં હોય છે.આ પીઠા વિદેશોમાં પ્રખ્યાત પાતળા અને નાજુક ‘ક્રેપ’નો મુકાબલો કરી શકે છે. પાતિશાપ્તા એવા ગળ્યાં પીઠાં છે જે આ રાજ્યોમાં અત્યંત લોકપ્રિય છે. તેને બનાવવા સરળ છે અને તેની સામગ્રી પણ દરેક જગ્યાએ મળી રહે છે. પાતિશાપ્તા પીઠા તહેવારોમાં ખવાય છે અને મહેમાનની આગતા-સ્વાગતામાં ભોજન પછી મુખ્ય મિષ્ટાન ગણવામાં આવે છે.

આજે પર્વનાં પકવાનમાં પાતિશાપ્તા પીઠાંની રીત જણાવીશું. પૂર્વોત્તર ભારતના શેફ સ્નેહા લતા સૈકિયાથી જણાવી રહ્યા છે વાનગીની રીત...

સામગ્રી : 5-6 લોકો માટે
બનાવવાનો સમય : 45-60 મિનિટ

આ વસ્તુ જરૂરી...
ચોખાનો લોટ 1-કપ,
મેંદો-અડધો કપ,
સોજી-1/4 કપ,
ગોળ-50 ગ્રામ ભૂક્કો કરેલો,
કોપરું-1/4 કપ છીણેલું,
ઈલાયચીના દાણા-1 નાની ચમચી,
દૂધ-2થી 3 કપ,
ઘી/તેલ-2 મોટા ચમચા.

આ રીતે બનાવો :
કઢાઈમાં ચોખાનો લોટ, મેંદો અને સોજી નાખી ધીરે ધીરે દૂધ ઉમેરી ઘોળ બનાવો, ઘોળ બહુ પાતળું હોવું જોઈએ નહીં, તેને ઢાંકીને 1 કલાક રાખી મૂકો, ગરમ કઢાઈમાં ગોળ નાખી ઓગાળો, પછી કોપરું નાખી 1 મિનિટ હલાવો, ઈલાયચીના દાણા ઉમેરો, મિશ્રણ ઠંડું પડે એટલે નાના-નાના લુઆ બનાવી વલણી લો, એક નોનસ્ટિક કે લોખંડની કઢાઈ ગરમ કરો અને આંચ ધીમી રાખો, કઢાઈમાં ઘી કે તેલ થોડી માત્રામાં ચોપડી દો, તૈયાર ઘોળ તવા પર ફેલાવો, પીઠાં એક તરફ જ પકવો, પીઠાંનો નીચલો ભાગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેની કિનારીઓ પર ગોળ-નાળિયેરનું મિશ્રણ મૂકો, પછી હળવેથી પીઠાને બીજા છેડા સુધી લઈ જાઓ, ખુલ્લો રહેલો એક છેડો આંગળીથી દબાવી બંધ કરો.
તૈયાર છે સ્વાદિષ્ટ પાતિશાપ્તા પીઠાં