મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.
ખીર, પાયસ, પરમાન્ન નામની મીઠાઇઓ સામાન્યપણે દૂધ અને ચોખામાંથી બને છે. પરંતુ વ્રત અને ઉપવાસ દરમિયાન તેને ખાસ કરીને મખાણાની સાથે બનાવવાની પરંપરા છે. મખાણા, ફૂલ-મખાણા અને કમલ ગટ્ટાના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેની ગણતરી સૂકામેવામાં થાય છે. પોષક તત્ત્વોથી ભરપૂર મખાણાની ખેતી મોટા પાયે મિથિલાંચલમાં થાય છે. કાયસ્થ સમુદાયમાં ચિત્રગુપ્તની પૂજાના સમયે મખાણાની ખીર બનાવાય છે.
આજે પર્વનાં પકવાનમાં મખાણાની ખીરની રીત જણાવીશું. દિલ્હીના ક્યુરેટિંગ શેફ મનીષ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે વાનગીની રીત...
સામગ્રી : 3-4 લોકો માટે
બનાવવાનો સમય : 20-25 મિનિટ
આ વસ્તુ જરૂરી...
મખાણા-250 ગ્રામ,
દૂધ- 2 લીટર(ફૂલ ફેટ),
ખાંડ - 150 ગ્રામ અથવા સ્વાદાનુસાર,
એલચીનો પાવડર - 5 ગ્રામ.
આ રીતે બનાવો :
મખાણાને ઘી વગર શેકી લો અને મિક્સરમાં મોટા પીસી લો.
એટલાં મોટા પીસો કે તેના ટુકડા દેખાય.
દૂધ ઉકાળીને તેમાં ખાંડ અને એલચી પાઉડર નાખો.
મખાણા ઉમેરીને 10-15 મિનિટ સુધી ધીમા આંચે ઉકાળો.
તૈયાર ખીરને પૂરી સાથે પીરસો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.