રક્ષાબંધનના દિવસે ભાઈને મોં મીઠુ કરાવવા માટે માર્કેટમાંથી મીઠાઈઓ ખરીદવાની જગ્યાએ ઘરે જ કેટલીક ટ્રેડિશનલ સ્વીટ્સ બનાવી શકાય છે. તેને ગાર્નિશ કરવા માટે તમે તમારા મનપસંદ સૂકામેવાનો ઉપોયગો કરી શકો છો.
બનાવવાની રીતઃ
પનીરને મિક્સરમાં ક્રશ કરી લો. એક પેનમાં ઘી ગરમ કરીને મધ્મય તાપે પનીરને શેકો. હવે તેમાં ખાંડ અને એલચી પાઉડર નાખીને 4-5 મિનિટ સુધી શેકો. મિશ્રણને થોડું ઠંડું કરીને તેમાં નારિયેળનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ નાખો. આ મિશ્રણમાંથી લાડુ બનાવીને સર્વિંગ પ્લેટમાં રાખીને સર્વ કરો.
બનાવવાની રીતઃ
એક પેનમાં ધીમા તાપે ખસખસ શેકીને પ્લેટમાં કાઢી લો. તે જ પેનમાં ઘી ગરમ કરીને ડ્રાયફ્રૂટ્સ શેકો. તેમાં નારિયેળ, એલચી પાઉડર મિક્સ કરો. પછી ખજૂરની પેસ્ટ, સૂકી દ્રાક્ષ નાખીને 2થી 3 મિનિટ સુધી ચઢવા દો. તૈયાર મિશ્રણને પ્લેટમાં ફેલાવો. થોડું ઠંડું થાય ત્યારે તેની સ્લાઈસ કટ કરી લો. ઉપરથી ખસખસ નાખો અને ઠંડી કરીને સર્વ કરો. આ બરફી એર ટાયટ કન્ટેનરમાં ભરીને થોડા દિવસ સુધી રાખી શકાય છે.
બનાવવાની રીતઃ
સૌથી પહેલા એક બાઉલમાં મેંદો અને પાણી નાખીને બેટર બનાવો. અલગ પેનમાં ડ્રાયફ્રૂટ્સ અને પાણીનું મિશ્રણ બનાવો. હવે બંને એક સાથે મિક્સ કરી દો. પેનમાં ધીમા તાપે ઘી ગરમ કરો. તેમાં 1 મોટી ચમચી મેંદાનું બેટર નાખીને ગોળ આકારમાં ફેલાવો. માલપુઆ બંને તરફથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડિપ ફ્રાય કરો. તૈયાર માલપુઆને ચાસણીમાં 10 મિનિટ સુધી ડૂબાડી રાખો. હવે સર્વિંગ પ્લેટમાં માલપુઆ રાખીને ડ્રાયફ્રૂટ્સ અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.