રેસિપી / ઘરે બનાવો સ્વીટ એન્ડ ટેસ્ટી પાનના લાડુ, જમ્યા પછી પાનના લાડુ ખાવાની મજા આવશે

X

દિવ્ય ભાસ્કર

Jul 08, 2020, 03:41 PM IST

અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.
સામગ્રી

 • 1 વાટકી કોપરાનું છીણ
 • કન્ડેન્સ્ડ મિલ્ક – જરૂર મુજબ
 • 2 ચમચી ગુલકંદ
 • સમારેલો સૂકો મેવો - જરૂર મુજબ
 • 1/2 ચમચી ગુલાબ કતરી અને વરિયાળી
 • 5-7 નંગ નાગરવેલના સમારેલા પાન

બનાવવાની રીત :

 • એક બાઉલમાં કોપરાનું છીણ અને બારીક સમારેલા પાન મિક્સ કરો. તેમાં થોડું થોડું કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરતા જઇ કણક બાંધો અને તેને પાંચ-સાત મિનિટ માટે ઢાંકીને રાખો. સ્ટફિંગ માટે ગુલકંદ, સૂકો મેવો, ગુલાબ કતરી, વરિયાળી, કોપરાનું થોડું છીણ મિક્સ કરો.
 • હથેળીને સહેજ ઘીવાળી કરી થોડું મિશ્રણ લઇ ગોળો વાળો. તેમાં વચ્ચે અંગૂઠાથી દબાવી સ્ટફિંગ કરો.
 • ત્યારબાદ ગોળાને ચારે તરફથી ભેગો કરી ફરીથી તેનો લાડુ વાળો. તેને કોપરાના છીણમાં રગદોળો. આ પાનના લાડુ ભોજન પછી ખાવ. આને બે દિવસ બહાર રાખી શકો છો. જ્યારે ફ્રીજમાં તે અઠવાડિયા સુધી સારા રહે છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી