લોકડાઉન રેસિપી / ઘરે બનાવો મગની દાળનો હલવો

Make mugi dal halva at home
X
Make mugi dal halva at home

દિવ્ય ભાસ્કર

May 06, 2020, 07:40 PM IST

લોકડાઉન રેસિપીમાં બનાવો બહાર જેવો જ મગની દાળનો હલવો જેને માઝૂમ પણ કહે છે. આ હલવો મોસ્ટલી લગ્ન પ્રસંગમાં હોય છે. તેની સામગ્રી ઘરના રસોડામાંથી સરળતાથી મળી જશે. તેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે. તો શેફ કુણાલ કપૂર જણાવી રહ્યા છે કે તેને સરળતાથી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. 

સામગ્રીઃ 

 • સૌથી પહેલા ચાર કલાક સુધી મગની દાળને પાણીમાં પલાડીને રાખો
 • 2 મોટા ચમચા- દેશી ઘી
 • 1 મોટો ચમચો-સોજી
 • 1 મોટી ચમચી-ચણાનો લોટ

ખાંડની ચાસણી માટે

 • 1 કપ-પાણી
 • 1 કપ- ખાંડ
 • ચપટી કેસર
 • 1 નાની ચમચી એલચી પાવડર

બનાવવાની રીતઃ 

 • સૌથી પહેલા મગની દાળને પાણીમાંથી કાઢીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમાં સોજી અને બેસન નાખીને તે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા દો. હવે તેમાં ક્રશ કરેલી મગની દાળ નાખો અને સતત હલાવતા રહો. ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે બ્રાઉન ન થઈ જાય. 

ચાસણી માટે

 • સૌથી પહેલા ચાસણી બનાવવા માટે એક વાસણમાં પાણીમાં ખાંડ નાખો અને તેને ઉકાળો. ત્યાર બાદ તેમાં કેસર અને એલચી પાવડર નાખો અને તેને ઉકળવા દો. હવે ચાસણીને સાવધાનીથી મગની દાળમાં મિક્સ કરો અને તેને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી મિશ્રણ બરાબર રીતે તૈયાર ન થાય.
 • જ્યારે સારી રીતે મિશ્રણ તૈયાર થઈ જાય તો તેમાં તમારી પસંદ પ્રમાણે ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરો અને તેને બરાબર ચઢવા દો. તો તૈયાર છે ગરમાગરમ મગની દાળનો હલવો.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી