હેલો કિચન:આજે બનાવો મટર ચાટ અને સોયા ડુંગળીનું શાક

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મટર ચાટ
બનાવવાનો સમય 40 મિનિટ
સામગ્રી

 • પીળા વટાણા- 1 વાટકી
 • બાફેલા બટેટા-2
 • આરાલોટ-2 ટેબલ સ્પૂન
 • આદુ મરચાની પેસ્ટ-1/2 ટેબલ સ્પૂન
 • ડુંગળી-1 ઝીણી સમારેલી
 • કાકડી-1 ઝીણી સમારેલી
 • હળદર-1/2 ટેબલ સ્પૂન
 • સોડા-1 ચપટી
 • દહીં-2 ટેબલ સ્પૂન
 • રિફાઈન્ડ ઓઈલ-3 ટેબલ સ્પૂન
 • લીલી ચટણી- 1 ટેબલ સ્પૂન
 • ગળી ચટણી-1 ટેબલ સ્પૂન
 • લીલી કોથમીર-1/2 કપ
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • વટાણાને 5-6 કલાક માટે પાણીમાં પલાળીને રાખો
 • વટાણામાં મીઠું, હળદર અને સોડા નાખીને કૂકરમાં 3 સીટી વગાડો
 • બાફેલા બટેટાને મસળીને તેમાં આદુ-મરચાની પેસ્ટ, આરાલોટ અને મીઠું નાખો
 • આ બધાને મિક્સ કરીને ટિક્કી બનાવી લો અને તવા પર રિફાઈન્ડ ઓઈલ નાખીને ક્રિસ્પિ શેકી લો
 • પ્લેટમાં ટિક્કી રાખીને તેના પર બાફેલા વટાણા નાખો
 • ઉપરથી ડુંગળી, કાકડી, દહીં, લીલી, ગળી ચટણી, કોથમીર અને મીઠું નાખીને સર્વ કરો.

---------

સોયા ડુંગળીનું શાક
બનાવવાનો સમય 25 મિનિટ
સામગ્રી

 • સોયા ચંક્સ- 1 વાટકી
 • ડુંગળી-2 મોટી
 • પીળા મરચાં-2 મોટા સમારેલા
 • શાકનો મસાલો-1 ટી સ્પૂન
 • દહીં-1 ટેબલ સ્પૂન
 • હળદર-1/2 ટી સ્પૂન
 • લીલી કોથમીર-1/2 કપ
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • સોયા ચંક્સને 1 કલાક માટે પાણીમાં પલાળીને રાખો
 • રિફાઈન્ડ ઓઈલમાં ડુંગળી, શાકનો મસાલો, હળદર અને મીઠું નાખો.
 • 6-7 મિનિટ બાદ તેમાં દહીં, સોયા ચંક્સ અને પીળા મરચા નાખીને ઢાંકીને રાખી મૂકો.
 • 10 મિનિટ બાદ ધીમા તાપે ચઢ્યા બાદ ગેસ બંધ કરી દો
 • લીલી કોથમીરથી શાકને ગાર્નિશ કરીને તેને સર્વ કરો
 • નોંધઃ પીળા મરચા ન હોય તો લીલા મરચાનો ઉપયોગ કરવો