હેલો કિચન:આજે બનાવો કાબુલી ચણાની દાળ, દાલમા અને મસાલા બ્રેડ ઉપમા

શ્રેતા કુમારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાબુલી ચણાને છોલે અને ચણા ચિલીની જેમ તો તમે ખાધા હશે. તેથી અમે રીડર્સ માટે કાબુલી ચણાની દાળ લઈને આવ્યા છીએ. આ રેસિપીને તમારી સીક્રેટ ડાયરીમાં સેવ કરી લો.

બનાવવાનો સમય 30 મિનિટ
સામગ્રી

 • કાબુલી ચણા- 2 વાટકી
 • દહીં- 1/2 વાટકી
 • મલાઈ-1 ટેબલ સ્પૂન
 • હળદર- 1 ટી સ્પૂન
 • હીંગ-1 ટી સ્પૂન
 • ગરમ મસાલો-1/2 ટી સ્પૂન
 • જીરું પાઉડર-2 ટી સ્પૂન
 • મોટી એલચી-1
 • તજ પાઉડર-1/4 ટી સ્પૂન
 • લીલી કોથમીર-2 ટેબલ સ્પૂન
 • ઘી- 2 ટેબલ સ્પૂન
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત
- આખી રાત કાબુલી ચણાને પલાળીને રાખો. સવારે કૂકરમાં 3-4 સીટી વગાડીને ક્રશ કરી લો
- પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મોટી એલચી, હીંગ અને ક્રશ કરેલા કાબુલી ચણા નાખો
- ઉપરથી હળદર, ગરમ મસાલો, જીરું અને તજ પાઉડર નાખીને તેને 5-7 મિનિટ માટે ઢાંકી દો
- વચ્ચે થોડું પાણી નાખતા રહો અને તેને હલાવતા રહો.
- હવે તેમાં દહીં નાખો અને ત્યાં સુધી ચઢવા દો, જ્યાં સુધી તે ચઢી ન જાય
- ઉપરથી ક્રીમ નાખો
- લીલી કોથમીરથી ગાર્નિશ રોટલી અથવા ભાતની સાથે સર્વ કરો.

ઓરિસ્સાની પ્રખ્યાત અને પરંપરાગત મસાલેદાર-ગળી ડિશ દાલમાના સ્વાદ અને સુંગધથી તમારા મોંમાં પાણી આવી જશે.

બનાવવાનો સમય 45 મિનિટ
સામગ્રી

 • અડદની દાળ- 1/2 વાટકી
 • કાચા કેળા-2 ટૂકડામાં સમારેલા
 • રિંગણ-1 ટૂકડામાં સમારેલું
 • ગાજર- 2 ટૂકડામાં સમારેલું
 • સરગવો- 2 ટૂકડામાં સમારેલા
 • બટેટા- 2 ટૂકડામાં સમારેલા
 • બીન્સ- 5-6 ટૂકડામાં સમારેલા
 • સીતાફળ- 100 ગ્રામ
 • દૂધી- 100 ગ્રામ સમારેલી
 • આખા લાલ મરચા- 4-5
 • જીરું-1 ટી સ્પૂન
 • રાય-1 ટી સ્પૂન
 • મીઠો લીમડો- 6-7 પાંદડા
 • ઘી- 2 ટેબલ સ્પૂન
 • નારિયેળ-2 ઈંચ છીણેલું
 • હળદર- 1/2 ટી સ્પૂન
 • જીરું પાઉડર-2 ટી સ્પૂન
 • મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત
- દાળ અને તમામ શાકભાજીમાં મીઠું અને હળદર નાખીને કૂકરમાં 3 સીટી વગાડો.
- પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મીઠા લીમડાના પાંદડા, લાલ મરચું, રાય, જીરું નાખો.
- ઉપરથી શાકભાજીવાળી બાફેલી દાળ નાખો. હવે જીરું પાઉડર નાખીને 3-4 મિનિટ ઢાંકી દો
- છીણેલું નારિયેળ અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.​​​​​​​

બનાવવાનો સમય 25 મિનિટ
સામગ્રી

 • બ્રેડ- 5-6 સ્લાઈસ
 • ટામેટું- 1 ઝીણું સમારેલું
 • ડુંગળી-1 ઝીણી સમારેલી
 • મરચા- 3 ઝીણા સમારેલા
 • દહીં- 2 ટેબલ સ્પૂન
 • મીઠો લીમડો- 5-7 પાંદડા
 • ચણાની દાળ-1 ટેબલ સ્પૂન
 • આખા અડદ-1 ટેબલ સ્પૂન
 • મરચું- 1 ટી સ્પૂન
 • રાય- 1 ટી સ્પૂન
 • બટર-3 ટેબલ સ્પૂન
 • કાજૂ-1 ટેબલ સ્પૂન
 • લીલી કોથમીર-1/2 કપ
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત
- બ્રેડને ટૂકડામાં કટ કરી લો અને તેને બટરમાં રોસ્ટ કરી લો
- પેનમાં બટર ગરમ કરો. તેમાં રાય, મરચું, મીઠો લીમડો, અડદ અને ચણાની દાળ નાખો
- ટામેટા, ડુંગળી, મરચું, હળદર અને મીઠું નાખીને 5-7 મિનિટ ધીમા તાપે ચઢવા દો.
- ઉપરથી દહીં નાખો. 1-2 મિનિટ ચઢવા દો બાદમાં તેમાં બ્રેડ નાખો.
- કાજુ અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.