તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન રેસિપી:ઘરે જ બનાવો રેસ્ટોરાં જેવા ક્રિસ્પી ભીંડા તેને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો

8 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનના કારણે મોટાભાગની હોટેલ-રેસ્ટોરાં બંધ છે. જો તમે પણ રેસ્ટોરાં જેવા ક્રિસ્પી ભીંડાનો સ્વાદ માણવા માગતા હો તો આજે લોકડાઉન રેસિપીમાં અમે તમારા માટે લાઈને આવ્યા છીએ ક્રિસ્પી ભીંડા રેસિપી. આ ડિશની સૌથી ખાસ વાત એ છે કે, મસાલા અને ચણાના લોટમાં ફ્રાય ભીંડા તે લોકોને ભાવે છે જે ભીંડા ખાવાનું પસંદ નથી કરતાં. શીફ કુણાલ કપૂર પાસેથી જાણો ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે. 

સામગ્રી

 • ½ કિલો નાના ભીંડા
 • 3 ચમચી- ચણાનો લોટ
 • 1 ચમચી- કોર્નફ્લોર
 • 2 ચમચી- ચોખાનો લોટ
 • 1 ચમચી- હળદર
 • 1 ચમચી- ધાણાજીરું
 • 2 ચમચી આમચૂર પાવડર
 • 1½ ચમચી લાલ મરચું
 • મીઠું-સ્વાદનુસાર
 • તળવા માટે તેલ

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલાં ભીંડાને સારી રીતે એક કપડાંથી લૂછી લેવા. ત્યારબાદ મોટા આકારમાં વચ્ચેછી ભીંડાને કટ કરવા અને બીજ કાઢી નાંખવા.
 • હવે એક વાસણમાં ભીંડા રાખો અને તેની ઉપર બધા મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. મિશ્રણમાં મિક્સ કરેલા ભીંડાને તેલમાં ફ્રાય કરો.
 • બ્રાઉન કલરના ભીંડા થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે તેને ફ્રાય કરો
 • હવે એક પ્લેટમાં સર્વ કરો અને પરાઠા અથવા રોટલીની સાથે ક્રિસ્પી ભીંડાનો આનંદ ઉઠાવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser