લોકડાઉન રેસિપી / ગરમીની સિઝનમાં કોલ્ડ ડ્રિંક્સની મજા માણવા ઘરે બનાવો ઇન્સ્ટન્ટ આમ પન્ના

Make Instant Aam Panna at home to enjoy cold drinks in summer season
X
Make Instant Aam Panna at home to enjoy cold drinks in summer season

દિવ્ય ભાસ્કર

May 26, 2020, 07:50 PM IST

લોકડાઉનના સમયમાં મોટાભાગની દુકાનો બંધ હોવાને કારણે ગરમીની સિઝનમાં બધા કોલ્ડ ડ્રિંક્સ અને ચિલ્ડ ડ્રિંક્સને મિસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે લોકડાઉન રેસિપીમાં અમે તમારા માટે લાવ્યા છીએ આમ પન્ના (કાચી કેરી)નું ડ્રિંક્સ જેને તમે કેરીને બાફીને મિનિટોમાં તૈયાર કરી શકો છો. શેફ કુણાલ કપૂર પાસેથી જાણો તેને ઘરેથી સરળતાથી બનાવવાની રીત. 

સામગ્રી

 • ½ કપ- કાચી કેરી (સમારેલી)
 • 1 કપ પાકેલી કેરી (સમારેલી)
 • 2 ટીસ્પૂન શેકેલુ જીરું
 • ½ ચમચી કાળા મરીનો પાવડર
 • ½ ચમચી- સંચળ
 • મીઠું- સ્વાદનુસાર
 • 1 કપ પાણી
 • ફૂદીનાના પાંદડા
 • બરફ

બનાવવાની રીતઃ

 • સૌથી પહેલા કાચી કેરી, પાકી ગયેલી કેરી, શેકેલું ઝીરું, કાળા મરીનો પાવડર, સંચળ તમામ વસ્તુને એક સાથે મિક્સરમાં ગ્રાઈંડ કરીને ક્રશ કરી લો. 
 • મિશ્રણ ગ્રાઇન્ડ કરીને થોડી ઘટ્ટ પેસ બનાવવી
 • હવે આ પેસ્ટને ગ્લાસમાં નાખો અને તેમાં બરફ અને પાણી ઉમેરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ આમ પન્ના. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી