ઘઉંના લોટના માલપુઆ / બનાવો ઘઉંના લોટના હેલ્ધી માલપુઆ, જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે

healthy malpua of wheat flour,beneficial for health
X
healthy malpua of wheat flour,beneficial for health

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 12:41 PM IST

માલપુઆ એક મીઠી વાનગી છે. જેને ખાસ કરીને તહેવારમાં બનાવવામાં આવે છે. તે બીજી વાનગીઓ કરતાં બનાવવામાં પણ ઈઝી છે. ઘણાં લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમે હેલ્ધી ઇન્ગ્રીડિઅન્ટ ઉમેરીને અલગ રીતે માલપુઆ બનાવી શકો છો જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શેફ સંજીવ કપૂર જણાવી રહ્યા છે ઘઉંના લોટના માલપુઆ બનાવવાની રીત.

સામગ્રી

 • 1/2 કપ ઘઉંનો લોટ
 • ½ કપ ઓટ પાવડર
 • ½ ગોળ
 • પાણી 
 • એલચી પાવડર
 • ન્યુટ્રિલાઈટ ક્લાસિક

બનાવવાની રીત

 • સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉંનો લોટ, ઓટ અને મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને તેમાં અડધો કપ પાણી નાખીને બરાબર મિશ્રણને હલાવો
 • ત્યારબાદ મિશ્રણમાં ગોળ, ઇલાયચી પાવડર અને અડધો કપ પાણી ઉમેરો
 • ચાસણી બનાવો પણ ધ્યાન રાખવું તે વધારે પાતળી ન હોવી જોઈએ. ત્યારબાદ એક પેનમાં ન્યુટ્રિલાઈટ ક્લાસિકના થોડા ટીપાં નાખવા અને ગરમ કરવી
 • કઢાઈમાં જરૂર પ્રમાણે તેલ ગરમ કરવું અને તેમાં એક ચમચામાં મિશ્રણને લઈને પૂરીના આકારમાં ફેરવતા ફેરવતા ધીમે ધીમે નાખવા. હવે માલપુઆ એકબીજુથી બરાબર બ્રાઉન રંગના થઇ જાય તે બાદ તેને બીજી તરફથી તળી લો.
 • ત્યારબાદ તેને ચાસણીમાં 5 મિનિટ સુધી રાખવા.
 • તો તૈયાર છે ગરમાગરમ હેલ્ધી માલપુઆ. હવે તેને ડ્રાઈ ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી