કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી અમે મિત્રો અને સંબંધીઓ સાથે ઈદનો તહેવાર ઉજવી શક્યા નાહતા. આ વખતે ઈદની ખુશી બે ગણી છે. અમે એકબીજાના ઘરે જઈને ઈદની શુભેચ્છાઓ આપી શકીએ છીએ. આ ઉજવણીને વિશેષ બનાવવા માટે જો તમે મહેમાનોને કેટલાક અલગ-અલગ ડ્રિંક્સ સર્વ કરવાનું વિચારી રહ્યા છો તો આ શરબતને તમે સેલિબ્રિટી શેફ રણવીર બરારની સ્ટાઇલથી બનાવી શકો છો. હાલ ગરમી પણ ખૂબ હોય છે ત્યારે આ ડ્રિંક્સ શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.
આમપન્ના પીવાના ફાયદા
ઉનાળાની બપોરે શરીર ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવે છે અને સોડિયમ પરસેવાના રૂપમાં બહાર આવે છે. એક ગ્લાસ આમ્પન્નાનું શરબત ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવવામાં મદદ કરે છે. તે આંતરડાની સારવારમાં એજન્ટની જેમ કામ કરે છે. આંતરડાને સુરક્ષિત રાખે છે તેમજ પેટની તમામ જીવાતોને પણ મારી નાખે છે. કેરીમાં વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમારી પાચનક્રિયામાં સુધારો કરે છે તથા અપચો અને ગરમીમાં થતા ઝાડાની સમસ્યાથી રાહત અપાવે છે. આમ પન્ના પીવાથી પેઢામાંથી રક્તસ્રાવ અને સ્કાર્વી જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
કાકડી અને આદુના પીણાંના ફાયદા
કાકડી અને આદુથી બનેલું પીણું ડિટોક્સ પાણી છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને દૂષિત તત્વોને બહાર કાઢે છે. તમારા શરીરનું મેટાબોલિઝમ પણ વધે છે અને વજન ઓછું થાય છે. ત્વચા ચમકે છે અને તમારા પેટના રોગો ઓછા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.