મોનસૂન સ્પેશિયલ રેસિપી / કોર્ન કરી બનાવો અથવા બોલ્સ, મકાઈની આ 2 વાનગી ઘરમાં બધાને પસંદ આવશે

corn curry or balls, this 2 dish of corn will be loved by everyone in the house
X
corn curry or balls, this 2 dish of corn will be loved by everyone in the house

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 05:35 PM IST

વરસાદની સિઝનમાં શેકેલી મકાઈ પર લીંબુનો પસ અને મીઠું નાખીને ખાવાની મજા જ કંઈક અલગ છે. તમે ઈચ્છો તો તમે વિવિધ રીતે મકાઈની ચટપટી વાનગી બનાવી શકો છો. તમે મકાઈની કરી, કોર્ન બોલ્સ, બનાવી શકો છો, તે બનાવવામાં એકદમ સરળ છે અને તે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. 

તેને બનાવવાની રીતઃ
1. સૌથી પહેલા તેલર ગરમ કરો અને તમાલપત્ર અને જીરું નાખો. ડુંગળી નાંખો અને થોડી ગુલાબી થાય ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો. 
2. સમારેલા ટામેટા નાખીને તેને ચઢવા દો. ત્યારબાદ તેમાં તમામ માસાલા અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે કાજુની પેસ્ટ નાખો. ત્યારબાદ બાફેલા કોર્નના દાણા અને એક કપ પાણી ઉમેરો. 
3. હવે તેને ધીમા તાપે 10 મિનિટ સુધી ચઢવા દો. ગરમ મસાલો, લીલી કોથમીર નાખો. તેને ગરમ ગરમ સર્વ કરો. 

કોર્ન બોલ્સ

1. બટાકાની છાલ કાઢીને તેને મસળી લો. મકાઈના દાણાને મિક્સરમાં ક્રશ કરો. એક બાઉલમાં બટાકાનો માવો, મકાઈના દાણા, લીલા મરચા, આદુ-લસણની પેસ્ટ નાખો. તેના બોલ્સ બનાવી લો. 

2. તેની વચ્ચે એક ચીઝનો ટૂકડો ભરીને ગોળ આકારમાં લુવા વાળવા. હવે એક વાટકીમાં મકાઈનો લોટ અને પાણીનું મિશ્રણ બનાવો. એક થાળીમાં વધેલા મકાઈનો લોટ અને એક થાળીમાં બ્રેડનો ભૂકો રાખો. 
3. હવે આ બોલ્સને એક એક કરીને મકાઈના લોટમાં રગદોળવા. ફરીથી તેને મકાઈના મિશ્રણમાં બોળીને બ્રેડના ભૂકામાં રગદોળીને બોલ્સને કવર કરી દો. ત્યારબાદ તેને તેલમાં ફ્રાય કરો. તેને ગરમા ગરમ સર્વ કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી