હેલો કિચન:સન્ડે બ્રંચમાં બનાવો ધનિયા બ્રેડ બોલ્સ, ડ્રાય મશરૂમ ચિલી અને ક્રંચી કોર્ન

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધનિયા બ્રેડ બોલ
બનાવવાનો સમય 30 મિનિટ

સામગ્રી

 • બ્રેડ- 4થી 5
 • લીલી કોથમીર-1/2 કપ
 • બટેટા- 1 બાફેલું
 • બ્રેડ ક્રમ્સ-3 ટેબલ સ્પૂન
 • ધાના પાઉડર-1 ટી સ્પૂન
 • ચાટ મસાલો-1 ટી સ્પૂન
 • મરચું પાઉડર- 1 ટી સ્પૂન
 • મરચું પાઉડર-1 ટી સ્પૂન
 • રિફાઈન્ડ ઓઈલ- તળવા માટે
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • બટેટાને સારી રીતે મસળી લો. તેમાં લીલી કોથમીર, મીઠું, મરચું પાઉડર અને ચાટ મસાલો નાખો.
 • બ્રેડના ચારેય ખૂણા કટ કરી લો. તેને પાણીમાં ડૂબાડીને કાઢી લો અને સારી રીતે પાણી નીતારી લો.
 • આ બ્રેડની અંદર હવે બટેટાનું મિશ્રણ ભરો અને હથેળીથી વાળીને બોલનો શેપ આપો.
 • સ્ટફ્ડ બોલને બ્રેડ ક્રમ્સમાં સારી રીતે લપેટીને ડીપ ફ્રાઈ કરી લો.
 • તેને ટોમેટો સોસની સાથે ગરમાગરમ સર્વ કરો.

ડ્રાય મશરૂમ ચિલી
બનાવવાનો સમય 30 મિનિટ

સામગ્રી

 • બટન મશરૂમ- 1 વાટકી
 • કોર્ન ફ્લોર-1 ટેબલ સ્પૂન
 • આદુ લસણની પેસ્ટ- 1 ટી સ્પૂન
 • સોયા સોસ-1 ટી સ્પૂન
 • ટોમેટો સોસ-1 ટેબલ સ્પૂન
 • રેડ ચિલી સોસ-1 ટેબલ સ્પૂન
 • કાળા મરીનો પાઉડર-1/2 ટી સ્પૂન
 • રિફાઈન્ડ ઓઈલ-2 ટેબલ સ્પૂન
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • મશરૂમમાં કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ અને મીઠું નાખો.
 • તેને રિફાઈન્ડ ઓઈલમાં બ્રાઉન થાય ત્યાં સુધી રોસ્ટ કરી લો
 • ઉપરથી ત્રણ સોસ અને કાળા મરી પાઉડર નાખીને ગરમાગરમ સર્વ કરો

ક્રંચી કોર્ન
બનાવવાનો સમય 20 મિનિટ
સામગ્રી

 • મકાઈના દાણા-1 વાટકી
 • ચોખાનો લોટ-1 ટેબલ સ્પૂન
 • કોર્ન ફ્લોર-1 ટી સ્પૂન
 • જલજીરા પાઉડર-1 ટી સ્પૂન
 • કાળા મરી-1/2 ટી સ્પૂન
 • જીરું પાઉડર-1 ટી સ્પૂન
 • મરચું પાઉડર-1 ટી સ્પૂન
 • રિફાઈન્ડ ઓઈલ- તળવા માટે
 • લીંબુનો રસ-2 ટી સ્પૂન
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • મકાઈના દાણાને ટૂથ પિકમાં લગાવી દો.
 • કોર્ન ફ્લોર, ચોખાનો લોટ, જલજીરા, કાળા મરી, લાલ મરચું, જીરું પાઉડર મિક્સ કરી લો.
 • આ મિશ્રણમાં થોડું પાણી નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
 • ટૂથ પિકમાં લગાવેલા મકાઈના દાણાને આ મિશ્રણમાં લપેટીને રિફાઈન્ડ ઓઈલમાં ફ્રાય કરી લો
 • ગોલ્ડન થઈ જાય ત્યાં સધી તળો અને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને સર્વ કરો.