હેલો કિચન:આજે બનાવો બીટરૂટ રાગી રોટલી, ગાજર-પનીર પરોઠા અને મિક્સ વેજ કબાબ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

બનાવવાનો સમય 25 મિનિટ
સામગ્રી

 • રાગીનો લોટ-1 વાટકી
 • ઘઉંનો લોટ-3 ટેબલ સ્પૂન
 • બીટરૂટ-2
 • રિફાઈન્ડ ઓઈલ-2 ટેબલ સ્પૂન
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • રાગીના લોટમાં ઘઉંનો લોટ, રિફાઈન્ડ ઓઈલ અને મીઠું નાખો.
 • બીટરૂટને છીણીને જ્યુસ કાઢી લો
 • તેને લોટમાં મિક્સ કરીને લોટ બાંધી લો અને રોટલી બનાવો
 • રોટલીને દૂધી અથવા બટાટાના શાકની સાથે સર્વ કરો.

---------------

બનાવવાનો સમય 20 મિનિટ
સામગ્રી

 • લોટ- 2 વાટકી
 • ગાજર- 5થી 6
 • ડુંગળી-1 ઝીણી સમારેલી
 • પનીર- 100 ગ્રામ
 • જીરું પાઉડર-1 ટી સ્પૂન
 • મરચું પાઉડર- 1 ટી સ્પૂન
 • લીલી કોથમીર-1/2 કપ
 • લીલા મરચાં- 2 ઝીણા સમારેલા
 • રિફાઈન્ડ ઓઈલ- 3 ટેબલ સ્પૂન
 • મીઠું- સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • ગાજર અને પનીરને છીણી લો
 • લોટમાં મીઠું અને થોડું રિફાઈન્ડ ઓઈલ નાખીને બાંધી લો
 • મિશ્રણમાં જીરું, લાલ મરચું, લીલા મરચાં, લીલી કોથમીર, ડુંગળી અને મીઠું નાખો
 • મિશ્રણને લોટના લોઆમાં ભરીને પરોઠા બનાવી લો અને લીલી ચટણીની સાથે સર્વ કરો

------------

બનાવવાનો સમય 45 મિનિટ
સામગ્રી

 • કોબી- 1 વાટકી ઝીણી સમારેલી
 • કેપ્સિકમ-1/2 કપ ઝીણા સમારેલા
 • ગાજર-1 કપ ઝીણું સમારેલું
 • મશરૂમ-1/2 કપ ઝીણું સમારેલું
 • સ્વીટ કોર્ન- ક્રશ કરેલી
 • સોયા ચંક્સ પાઉડર-1 કપ
 • ડુંગળી- 1/2 કપ સમારેલી
 • બાફેલા બટેટા-2 છીણેલા
 • બેસન-1 ટેબલ સ્પૂન
 • રિફાઈન્ડ ઓઈલ- તળવા માટે
 • આદુ-લસણની પેસ્ટ-1 ટેબલ સ્પૂન
 • ચિલી સોસ-1 ટેબલ સ્પૂન
 • મીઠું -સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • તમામ શાકભાજીને ઝીણી સમારી લો.
 • મશરૂમ બોઈલ કરીને ઝીણા કટ કરી લો
 • મિશ્રણમાં કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ, ચિલી સોસ અને બેસન નાખો
 • જ્યારે કબાબ બનાવવા હોય ત્યારે તેમાં મીઠું નાખો અને મિશ્રણને સીંક પર સેટ કરો
 • સીંક પર લાગેલા મિશ્રણને સોયા ચંક્સના પાઉડરમાં લપેટીને ફ્રાય કરો
 • સોસ અથવા લીલી ચટણીની સાથે સર્વ કરો.