મેંગો સ્મૂધી / ગરમીમાં બનાવો મેંગો કેલિફોર્નિયા વોલનટ એન્ડ ટરમરિક સ્મૂધી

Make Baked Mango California Walnut & Turmeric Smoothie
X
Make Baked Mango California Walnut & Turmeric Smoothie

દિવ્ય ભાસ્કર

Jun 04, 2020, 07:22 PM IST

કેરીમાંથી બનાવવામાં આવતી કોઈપણ વાનગીમાં જો  કેલિફોર્નિયા વોલનટસ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. પોષણથી ભરપૂર અને સ્વાસ્થ્ય ગુણધર્મો માટે જાણીતા કેલિફોર્નિયા વોલનટસનો કોઈપણ ડ્રિંક, સ્નેક અને ડેઝર્ટ ડીશમાં ઉપયોગ કરી શકાય છે. તો આજે અમે તમને જણાવીશું મેંગો કેલિફોર્નિયા વોલનટ એન્ડ ટમર્કિ સ્મૂધી. જેને બનાવવા માટે વધારે સમય પણ નહીં લાગે.

સામગ્રી

 • અડધો કપ કેરીનો પલ્પ (થોડા ટૂકકા ગાર્નિશ કરવા માટે રાખવા)
 • તાજી હળદરઃ 1 ટૂકડો
 • અડધુ કેળુ
 • 200 મિલી નાળિયેર દૂધ
 • લીંબુનો રસ 
 • 8 નંગ કેલિફોર્નિયાના વોલનટ્સ 
 • એક મુઠ્ઠીભ રાસબેરી અને બ્લુબેરી:
 • 1 પેશન ફ્રૂટ
 • 1 ચમચી નાળિયેરના ટુકડા

બનાવવાની રીતઃ

 • બ્લેન્ડરમાં કેરી, હળદર, કેળા અને નારિયેળનું દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. સ્વાદ માટે લીંબુનો રસ મિક્સ કરો અને મિશ્રણ તૈયાર થાય ત્યારે ફરીથી બ્લેન્ડ કરો. 
 • ત્યારબાદ એક વાટકીમાં સ્મૂધી નાખો અને વધેલી કેરી, બેરી, કેલિફોર્નિયા વોલનટ, પેશન ફળ, લાઈમ ઝેસ્ટ અને નાળિયેરના ટુકડાથી ગાર્નિશ કરો. તો તૈયાર છે  હેલ્ધી મેંગો કેલિફોર્નિયા વોલનટ એન્ડ ટરમરિક સ્મૂધી. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી