તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કિડ્સ સ્પેશિયલ રેસિપી:બાળકો માટે ઘરે બનાવો એપલ પાઈ, તેના માટે પહેલાં કણક તૈયાર કરો અને પછી સ્ટફિંગ તૈયાર કરવું

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપલ પાઈનું સ્ટફિંગ બનાવવા માટે 2-3 સફરજનની છાલ કાઢો. સફરજનને વચ્ચેથી કટ કરીને બે ભાગ કરી લો
  • ઓવનને 375°F (200°C) પર પ્રીહીટ કરો. તેમાં એપલ પાઈને 50-60 મિનિટ સુધી બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો

એપલ પાઈ કેકની જેમ બનતી એક ડીશ છે. તેનો સ્વાદ વધારવા માટે સફરજના ટૂકડાનું સ્ટફિંગ કરવામાં આવે છે. બાળકોને તેને સ્વાદ ખૂબ પસંદ આવે છે. એપલની સાથે અન્ય ફળોનું સ્ટફિંગ કરીને પણ તમે આ ડિશને હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકો છો. એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો.

પહેલા ડો તૈયાર કરો
ચાળણીમાં 1 કપ લોટ, 1/2 મેંદો, 1/2 નાન ચમચી નાખીને મોટા બાઉલમાં ચાળી લો.
તેમાં 1/4 કપ ઓલિવ ઓઈલ અથવા મગફળીનું તેલ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો. તેના ઉપર કપડું ઢાંકીને તેને એક સાઈડમાં રાખો.

સ્ટફિંગ તૈયાર કરવું
એપલ પાઈનું સ્ટફિંગ બનાવવા માટે 2-3 સફરજનની છાલ કાઢી લો. સફરજનને વચ્ચેથી કટ કરીને બે ભાગ કરો.

હવે તેની પાતળી પાતળી સ્લાઈસ કટ કરો. હવે એક મોટા બાઉલમાં સમારેલાં સફરજ, 1/4 ચમચી તજનો પાવજર, 1/4 ચમચી જાયફળ પાવડર, 1-2 મોટી ચમચી બ્રાઉન સુગર અથવા સફેદ ખાંડ, 2 મોટી ચમચી ઘઉંનો લોટ નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરી લો.

આ રીતે બનાવવો એપલ પાઈ
-બાંધેલા લોટને બે સમાન ભાગમાં વહેંચો. તેની ગોળ અને જાડી રોટલી બનાવો. યાદ રાખો, જે વાસણમાં એપલ પાઈ બનાવી રહ્યા છો તેનાથી રોટલીનો આકાર થોડો મોટો હોવો જોઈએ.
-હવે વાસણ પર માખલ લગાવો. એક રોટલીને વેલનથી રોલિંગ કરીને ડાયરેક્ટ વાસણ પર ફેલાવો. તેને હળવા હાથેથી દબાવતા મોલ્ડનાં આકારમાં ઢાળો.
-હવે તમાં સફરજન નાખીને ફેલાવો. તેના ઉપર ઓલિવ ઓઈલના ટીપાં નાખો. બીજી રોટલી સફરજનની ઉપર મૂકો.
-ઉપરની રોટલી પર છરી વડે ચોરસ આકારમાં ડિઝાઈન બનાવો. બ્રશની મદદથી ઉપર દૂધ લગાવવું.
-હવે ઓવનને 375°F (200°C) પર પ્રીહીટ કરો. તેમાં એપલ પાઈને 50-60 મિનિટ સુધી બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. તો તૈયાર છે એપલ પાઈ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો