• Gujarati News
  • Lifestyle
  • Recipe
  • Learn The Recipe For Making Oats Milk At Home From The Famous Chef Saransh Goila, You Can Easily Make It At Home Using These 3 Things

મિનિટોમાં તૈયાર કરો:જાણીતા શેફ સારાંશ ગોઈલા પાસેથી જાણો ઘરમાં ઓટ્સ મિલ્ક બનાવવાની રેસિપી, આ 3 વસ્તુનો ઉપયોગ કરીને ઘરે સરળતાથી બનાવી શકો છો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દૂધના જે હેલ્ધી વિકલ્પ હાજર છે, તેમાં ઓટ્સ મિલ્ક પણ સામેલ છે. જો તમે બજારમાંથી મોંઘું ઓટ્સ મિલ્ક ખરીદવા નથી માગતા તો તેને ઓછી કિંમતમાં ઘરે બનાવી શકો છો. તેને બનાવવા માટે માત્ર બે વસ્તુની જરૂર પડશે. શેફ સાંરાશ ગોઈલાએ તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેમણે ઓટ્સ અને કાજૂને મિક્સ કરીને ઓટ્સ મિલ્ક બનાવ્યું છે. તેની સાથે પોતાની પોસ્ટમાં લખ્યું કે ઓટ્સ મિલ્કમાં પ્રોટિન અને ગુડ ફેટનું પર્યાપ્ત પ્રમાણ હોય છે. અહીં શેફ પાસેથી જાણો ઓટ્સ મિલ્ક બનાવવાની સરળ રીત.

સામગ્રી
પાણીમાં પલાળેલા કાજૂ- 25 ગ્રામ
રો રોલ્ડ ઓટ્સ- 1 કપ
ઠંડું પાણી- 1 લીટર

બનાવવાની રીતઃ

  1. કાજૂ અને ઓટ્સને મિક્સ કરીને 10 સેકન્ડ સુધી બ્લેન્ડ કરો. તેને લાંબા સમય સુધી બ્લેન્ડ કરવાનું ટાળો નહીંતર મિશ્રણ ખૂબ પાતળું થઈ જશે.
  2. બ્લેન્ડરમાં ઠંડું પાણી નાખીને 20 સેકન્ડ સુધી ફરીથી બ્લેન્ડ કરો.
  3. બ્લેન્ડરમાંથી કાઢીને તેને મુલાયમ કપડાંથી ગાળી લો. ઓટ્સ મિલ્ક તૈયાર છે.

નોંધઃ સારાંશના અનુસાર, આ પદ્ધતિથી કોફી અને હોટ ચોકલેટ પણ બનાવી શકાય છે જેને 3-4 દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે.