તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોનસૂન સ્પેશિયલ રેસિપી:સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી જાણો હેલ્ધી અને ટેસ્ટી વીગન પરોઠા બનાવવાની ઈન્સ્ટન્ટ રેસિપી

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ બચાવવા માટે વીગન ડાયટને લઈને લોકોમાં જાગૃતિ વધી છે
  • તો સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી ટોફુ સ્ટફિંગ વીગન પરોઠાની રેસિપી જાણો

પર્યાવરણ બચાવવા માટે વીગન ડાયટને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. જો તમને વીગન ડાયટ વિશે ઓછી જાણકારી છે અને હેલ્ધી વીગન મીલની શોધમાં છો તો સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર પાસેથી ટોફુ સ્ટફિંગ વીગન પરોઠાની રેસિપી જાણો.

લોટ બાંધવા માટે જરૂરી સામગ્રીઃ
ઘઉંનો લોટ- દોઢ કપ
સૂકી મેથી- 1 ચમચી
મીઠું- સ્વાદાનુસાર
તેલ- 2 ટેબલ સ્પૂન
પાણી- અડધો કપ
વીગન પરોઠાના સ્ટફિંગ માટે સામગ્રીઃ
તેલ- 2 ટેબલ સ્પૂન
ડુંગળી, સમારેલી- 1
લીલા મરચાં- 1
મીઠું- સ્વાદાનુસાર
રેડ ચિલી પાઉડર- અડધી ચમચી
ધાણા પાઉડર- અડધી ચમચી
ગરમ મસાલો- અડધી ચમચી
ખાંડ- અડધી ચમચી
ટોફુ- 200 ગ્રામ
લીલી કોથમીર- 2 ચમચી
લીંબુનો રસ- અડધી ચમચી

બનાવવાની રીતઃ
1. એક બાઉલમાં લોટ, સૂકી મેથી, મીઠું, તેલ અને પાણી નાખીને લોટ બાંધી લો. સારી રીતે બાંધીને તેને એક તરફ રાખી મૂકો.
2. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લીલા મરચાં નાખો. તે નરમ થઈ જાય ત્યાં સુધી ચઢવા દો. તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો. હવે લાલ મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો, અને ખાંડ નાખો. તેને મિક્સ કરો અને ઠંડું થવા દો. હવે આ મિશ્રણને લોટમાં મિક્સ કરી લો.

3. બાઉલમાં ટોફુને છીણીને નાખો. તેમાં લીંબુનો રસ અને લીલી કોથમીર નાખો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

4. તૈયાર લોટના લોઆ બનાવી લો. તેમાં તૈયાર મિશ્રણનું સ્ટફિંગ કરીને પરોઠાની જેમ વણી લો. તેને ઘી અથવા તેલમાં ફ્રાય કરીને સર્વ કરો.