• Gujarati News
  • Lifestyle
  • Recipe
  • Learn From Chef Saransh Goila Immunity Booster Drink A Simple Recipe For Turmeric lemon Water, In Which You Can Also Use Mango Instead Of Lemon

મિનિટોમાં તૈયાર કરો:શેફ સારાંશ ગોઈલા પાસેથી જાણો ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક હળદર-લીંબુ પાણીની સરળ રેસિપી, તેમાં લીંબુની જગ્યાએ તમે આંબળાનો પણ ઉપયોગ કરી શકો છો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીની વચ્ચે ઈમ્યુનિટી વધારતા ફૂડ અને ડ્રિંક્સની માગ વધી ગઈ છે. આ દરમિયાન દેશ અને દુનિયાના જાણીતા શેફ જણાવી રહ્યા છે ઈમ્યુનિટી વધારી શકે તેવી ફૂડ આઈટમ્સ. તાજેતરમાં જ શેફ સારાંશ ગોઈલાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હળદર-લીંબુ પાણીની રેસિપી શેર કરી. આ ડ્રિંક ઓછા સમયમાં સરળતાથી બની જાય છે. તેના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે. તેને ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકાય છે.

સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે હળદર-લીંબુ પાણી
આ ડ્રિંકમાં કરક્યુમિન હોય છે જે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તે વાઈરલ ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. તે સિવાય લીંબુમાં વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આ ડ્રિંક શરદી-તાવથી બચાવવામાં પણ અસરકારક છે. જાણો તેને બનાવવાની સરળ રેસિપીઃ

હળદર-લીંબુ પાણી કેવી રીતે બનાવવું
તેને બનાવવા માટે 2 નાનાં હળદરના ગાંગડા, એક ટી સ્પૂન આદુ, એક ટી સ્પૂન હળદર, 1 ટી સ્પૂન મીઠું, 2 ટી સ્પૂન કાળા મરી, અને 4 લીંબુનો રસ એક બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરી લો. આ પેસ્ટને જરૂરિયાત પ્રમાણે પાણીમાં નાખો. ઉપરથી બરફના ટૂકડા નાખીને સર્વ કરો. તમે તમારી પસંદના અનુસાર લીંબુની જગ્યા આંબળાનો ઉપયોગ પણ કરી શકો છો.