તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Recipe
  • Instead Of Buying Sweets From The Market On This Holi, Make These 3 Sweet Dishes From Milk At Home, Garnish It With Chopped Almonds, Pistachios And Cashews And Serve.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિનિટોમાં તૈયાર કરો:આ હોળી પર માર્કેટમાંથી મીઠાઈ ખરીદવાને બદલે દૂધમાંથી આ 3 સ્વીટ ડિશ ઘરે બનાવો, તેને સમારેલી બદામ, પિસ્તા, અને કાજૂથી ગાર્નિશ કરીને સર્વ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્કેટમાં મળતી મીઠાઈમાં ભેળસેળવાળી હોવાની સાથે તે મોંઘી પણ હોય છે. તેથી આ વખતે હોળી પર ઘરે જ બનાવો દૂધમાંથી ત્રણ પ્રકારની મીઠાઈ. તેને બનાવવામાં બાળકોની મદદ લો જેથી તેમને પણ મજા આવે અને તેઓ પણ તમારી સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે.

બનાવવાની રીતઃ
એક પેનમાં ધીમા તાપે 20-30 મિનિટ સુધી દૂધ ઉકાળો. તેમાં ખાંડ અને સફરજન મિક્સ કરીને 5 મિનિટ સુધી સતત હલાવતા રહો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે બદામ અને એલચી પાઉડર નાખીને મિક્સ કરો. તેને 2 કલાક માટે ફ્રીજમાં ઠંડી થવા માટે રાખો. ત્યારબાદ સર્વિંગ ડિશમાં કાઢીને ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.

બનાવવાની રીત:
ફાટેલા દૂધને ગરમ કરીને તેમાંથી માવો કાઢીને વધારાનું પાણી કાઢી લેવું. હવે એક બીજા પેનમાં ફ્રેશ દૂધને ઉકાળીને તેમાં માવો નાખીને સતત હલાવતા રહો. જ્યારે તે ઘટ્ટ થઈ જાય તો તેમાં ઘી, ખાંડ, એલચી પાઉડર નાખીને સારી રીતે હલાવો. તેને કોઈ ગ્રીસ કરેલી પ્લેટમાં નાખો. તેમાં કાજૂ મિક્સ કરો અને તેને થોડા કલાક માટે સેટ થવા માટે રાખી મૂકો. ત્યારબાદ સર્વ કરો.

બનાવવાની રીતઃ
સૌથી પહેલા કટરથી બ્રેડને ગોળ આકારમાં કટ કરી લો. એક પેનમાં દૂધ નાખો અને તેને સતત ચમચીથી હલાવતા રહો અને ઉકાળો. દૂધ અડધું થઈ જાય ત્યારે મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરો. તેને ધીમા તાપે 2-3 મિનિટ સુધી ચઢવા દો. હવે તેમાં ફૂલ ક્રીમ મિલ્ક નાખીને મિક્સ કરો. આ મિશ્રણમાં કેસર, એલચી પાઉડર, બદામ અને પિસ્તા નાખો. મિશ્રણને 4થી 5 મિનિટ સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. બ્રેડને સર્વિંગ પ્લેટમાં મૂકીને તૈયાર મિશ્રણ ઉપરથી નાખો. તેને ગરમાગરમ અથવા ઠંડું કરીને સર્વ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો