2023 બાજરીનું વર્ષ હશે:ભારત તેના ઉત્પાદનમાં મોખરે, બાજરા-જુવાર-રાગી આફ્રિકાથી ભારત પહોંચ્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

1980ની વાત છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી RSSના પ્રચારક હતા. તે એક સ્વયંસેવકના ઘરે ગયા હતા, જે પોતાની પત્ની અને બાળક સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. તેણે ઘરે આવેલ મહેમાનને એક થાળીમાં બાજરીની અડધી રોટલી અને એક વાટકી દૂધ પીરસ્યું. સ્વયંસેવકની પત્ની બાળકને હાથમાં લઈને નજીકમાં બેઠી હતી.

બાળક દૂધના વાટકા તરફ જોઈ રહ્યું હતું. મોદી સમજી ગયા કે, તેમને જે દૂધ પીરસવામાં આવ્યું છે તે બાળક માટે જ આવ્યું હશે. આવી સ્થિતિમાં તેણે પાણીમાં ડૂબેલી રોટલી ખાઈ લીધી અને બાળકને ખવડાવવા માટે માતાને દૂધ પાછું આપ્યું. જેવું માતાએ બાળકને દૂધ આપ્યું કે તરત જ તેણે તેને એક શ્વાસમાં ગટગટાવી દીધું. આ જોઈને ત્યાં બધાની આંખો ભીની થઈ ગઈ. આ કિસ્સો ગુજરાતના જાણીતા ડૉક્ટર અનિલ રાવલ દ્વારા અવારનવાર સંભળાવવામાં આવે છે. ત્યારે તે મોદી સાથે હતા.

વડાપ્રધાન મોદીએ ઓગસ્ટ,2022ના તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં 1-30 સપ્ટેમ્બરને ‘ન્યુટ્રિશન મન્થ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, બાજરીના ઉત્પાદનમાં ભારત મોખરે છે. બધા ભારતીયોએ તેને ખાવું જોઈએ. કુપોષણ સામે લડવા માટે આ અનાજ ખૂબ જ ફાયદાકારક છે.

કદાચ તમે વિચારી રહ્યા હશો કે, શા માટે આપણે બાજરીનો વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છીએ?
વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે. વર્ષ 2021માં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મોકલ્યો હતો. બાજરી એક સ્માર્ટફૂડ છે, જેમાં ભરપૂર પોષકતત્વો હોય છે. બાજરી તો એક જ છે પરંતુ, દેશના દરેક ભાગમાં લોકો તેને જુદા-જુદા નામથી બોલાવવામાં આવે છે. ચાલો જાણીએ કે, બોલી બદલવાની સાથે તેનું નામ કેવી રીતે બદલાય જાય છે...

જે બાજરાની વાત અમે કરી રહ્યા છીએ, તેનો ઉલ્લેખ ઈતિહાસમાં પણ કરવામાં આવ્યો છે, જેને આજે સ્માર્ટ કે સુપરફૂડ નામ આપવામાં આવ્યુ છે.

  • મોર્ય રાજવંશમાં ઠંડીની ઋતુમાં બાજરો ખાવામાં આવતો હતો
  • ઈ.સ.પૂ. 322-185 વચ્ચે ભારતમાં મૌર્ય રાજવંશનો દબદબો હતો
  • ઈતિહાસકારો જણાવે છે કે, ઠંડીની ઋતુમાં અહી બાજરો જ ખાવામાં આવતો હતો
  • તે સમયે અનાજના મોટા દાણાથી શરાબ પણ બનાવવામાં આવતી હતી

જ્યારે શેરશાહે દિલ્હી માટે ‘બાજરો’ છોડ્યો
દિલ્હી સલ્તનતના શાસક શેરશાહ સૂરી એક સાહસી યોદ્ધા હતો. તે પોતાનું શાસન વધારવા માટે રાજસ્થાન કબ્જે કરવા ઈચ્છતા હતા. તેનો સામનો જોધપુર મારવાડના રાજા માલદેવના સેનાપતિ જૈતાજી અને કુપાજી સાથે થયો. આ વાત વર્ષ 1543ની છે. આ સમયે ગિરિ-સુમેલની લડાઈ લડવામાં આવી હતી, જેમાં શેરશાહ સુરી નબળો પડી ગયો હતો. મારવાડની સેના દિલ્હીની નજીક પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં શેરશાહ સૂરીએ મેદાન છોડવાનો નિર્ણય કર્યો હતો. યુદ્ધ પછી શેર શાહ સૂરીએ કહ્યું, ‘બોલ્યો સુરી બૈન યું, ગિરીઘાટ ઘમસાણ, મૂઠ્ઠી ખાતર બાજરી, ખો દેત હિંદવાન.’ એટલે કે, ‘આજે મેં મુઠ્ઠીભર બાજરી માટે આખા ભારતની સલ્તનત ગુમાવી દીધી હોત.’ શેરશાહ સુરીએ બાજરીનો ઉલ્લેખ એટલા માટે કર્યો કારણ કે રાજસ્થાનમાં બાજરીની સૌથી વધુ ઉપજ છે.

રાજસ્થાન સાથે બાજરાનો જૂનો સંબંધ
વિશ્વમાં સૌથી વધુ બાજરી ભારતમાં ઉગે છે, તેનું 85 ટકા ઉત્પાદન માત્ર રાજસ્થાનમાં જ થાય છે. ખરેખર, રાજસ્થાનનું હવામાન શુષ્ક છે, જમીન ઓછી ફળદ્રુપ છે અને બાજરી સમાન રેતાળ જમીન અને શુષ્ક ઋતુમાં સારી રીતે ઉગે છે. રાજસ્થાનમાં બાજરીની રોટલીથી લઈને ખીચડી સુધી બધું જ મળી જશે. મારવાડી ખીચડીને 'ખીચડા' અથવા 'ખીચ' કહેવામાં આવે છે. ચીલા, બાટી-ચુરમા, હલવો, કચોરી, મઠરી સહિતની તમામ વસ્તુઓ મળે છે. બાજરીની સાથે જુવાર અને રાગી પણ ખૂબ ફાયદાકારક છે. આખરે કેવી રીતે? આવો જાણીએ આ ગ્રાફિક્સથી...

આફ્રિકાના રણમાંથી પસાર થઈને બાજરી ભારત પહોંચી હતી
બાજરી સૌથી પહેલા આફ્રિકામાં ઉગાડવામાં આવી હતી. આફ્રિકાના કેટલાક વિસ્તારોની આબોહવા વત્તેઓછે અંશે રાજસ્થાન જેવી જ છે. ત્યાંથી તેને ભારત લાવવામાં આવ્યો હતો. કર્ણાટકના 'હાલુર'માં ખોદકામ દરમિયાન તેની ખેતીના પુરાવા મળ્યા છે. ઇતિહાસકારોના મતે ભારતમાં બાજરીની ખેતી ઇ.સ. પૂર્વે 1500ની આસપાસ શરૂ કરવામાં આવી હોઇ શકે છે. એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, બાજરી સૌથી પહેલા આફ્રિકન દેશ માલીમાં લગભગ 4500 વર્ષ પહેલાં ઉગાડવામાં આવતી હતી.

બાજરી 'સ્માર્ટ ફૂડ' છે, ભારતને જોઈને ઘણા દેશોએ ઉગાડવાનું શરૂ કર્યું
બાજરામાં ભરપૂર પોષકતત્વો હોય છે, જેના કારણે તેને સ્માર્ટ ફૂડ કહેવું ખોટું નહીં હોય. તે ગ્લુટેન-ફ્રી હોય છે અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન બી-6, ફ્લોરાઇડ, આયર્ન અને ઝિંક પણ સારી માત્રામાં હોય છે. એક સમય હતો જ્યારે બાજરી માત્ર ભારત અને પશ્ચિમ આફ્રિકામાં જ ઊગતી હતી, કારણ કે તેના પાકને સૂકી અને નીચી ફળદ્રુપ જમીન અને ઊંચા તાપમાનની જરૂર પડતી હતી. તેના ફાયદા જોઈને દુનિયાના ઘણા દેશોએ તેને ઉગાડવાનું શરૂ કરી દીધું.

જેમને ઘઉંથી તકલીફ છે, તેમના માટે બાજરી વધુ સારી છે
ડાયટિશન કામિની સિન્હા કહે છે કે, બાજરીમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે લોકોને સેલિઆકની બીમારી છે, તેમના માટે આ ખૂબ જ લાભદાયી છે, કારણ કે તે ગ્લુટેન ફ્રી છે. આ બીમારીથી પીડિત લોકો ઘઉં પચાવી શકતા નથી, કારણ કે તેમાં ગ્લુટેન હોય છે.

દર્દીના આંતરડા ઘઉંમાં રહેલા ગ્લુટેનને પચાવી શકતા નથી, જેના કારણે સતત લૂઝ મોશન થાય છે. તે શાકાહારીઓ માટે પ્રોટીનનો ખૂબ જ સારો સ્રોત પણ છે. તેમાં રહેલું ફાઇબર શરીરના પાણીને શોષી લે છે જેથી વજન વધતું નથી. સ્માર્ટ ફૂડ દરેક બીમારીનો રામબાણ ઈલાજ છે. તે પુરુષ અને સ્ત્રી બંને માટે ફાયદાકારક છે. કેવી રીતે, આવો જાણીએ આ ગ્રાફિક્સ દ્વારા...

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે
બાજરીમાં મેગ્નેશિયમ સારી માત્રામાં મળી આવે છે, જે ઇન્સ્યુલિનને નિયંત્રણમાં રાખે છે. તેનાથી સુગર વધતી નથી. તે હૃદય માટે પણ ખૂબ જ સારું છે. તેને ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL ઓછુ રહે છે અને સારુ કોલેસ્ટ્રોલ એટલે કે HDL પણ વધે છે. બાજરી આલ્કલાઇન પ્રકૃતિની છે અને તે એસિડિટીને મંજૂરી આપતું નથી. તેનાથી પેટમાં થતી ગેસની સમસ્યાથી પણ બચી શકાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટ હોય છે, જે ચેપને મંજૂરી આપતા નથી. તે લોહીની ઉણપને પણ દૂર કરે છે, કારણ કે તે આયર્નનો સારો સ્રોત પણ છે. બાજરીમાં ફોસ્ફરસના કારણે હાડકાં પણ મજબૂત બને છે. ઝીંક અને વિટામિન-A ત્વચા અને આંખોને સ્વસ્થ રાખે છે.

અત્યાર સુધી તમે બાજરીના ગુણગાન વાંચતા હતા, હવે તેની સમકક્ષના અનાજ જુવાર વિશે જાણીએ.

કેન્સરને પાસે ફરકવા દેતી નથી
જુવાર પણ બાજરીની જેમ ગ્લુટેન-ફ્રી છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનને યોગ્ય રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જુવાર ઈમ્યુનિટી બુસ્ટર છે. તે ઝિંકનો સોર્સ પણ છે. તે તમારી તરુણાવસ્થા જાળવી રાખે છે. જુવારના લેયરમાં કેન્સર વિરોધી ગુણ સામેલ હોય છે, જે આપણા શરીરને કેન્સરથી સુરક્ષિત રાખે છે. તમે તેની રોટલી, ઈડલી કે હલવો બનાવીને ખાઈ શકો છો. કેટલાક લોકો તેમાં બટાકા ઉમેરીને ખાય છે પણ જો તમે જુવારમાં મિક્સ કરીને બટાકા ખાશો તો વજન ઓછું નહીં થાય.

બાજરી અને જુવાર જાડા અનાજ છે પરંતુ તે બાળકોને ખવડાવવું જોઈએ નહીં. કેમ? ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી...

ઇજિપ્ત અને સુડાનની સરહદ પર થયેલ ખોદકામમાં પણ જુવારના દાણા મળી આવ્યા છે
પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ જુવારનું અસ્તિત્વ પ્રાચીન કાળથી છે. પૂર્વોતર આફ્રિકાના ઇજિપ્ત અને સુડાનની સરહદ પર ખોદકામ દરમિયાન તેના દાણા મળી આવ્યા હતા. આ અનાજ ઇ.સ.પૂ. 8000ની આસપાસ હોવાનું કહેવાય છે.

ઇતિહાસકારોનું માનવું છે કે, જુવાર આફ્રિકામાં ઉગતી હતી. તે ભારત પહોંચતા પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો હતો. અમેરિકામાં તેનો પહેલો રેકોર્ડ અમેરિકન વૈજ્ઞાનિક અને લેખક બેન્જામિન ફ્રેન્કલિન પાસે મળ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે જુવારનો ઉપયોગ વર્ષ 1757માં સાવરણી બનાવવા માટે કરવામાં આવતો હતો.

બાજરી અને જુવાર બાદ હવે જાણો રાગી વિશે, તે મગજને કેવી રીતે તેજ બનાવે છે...?
રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે ઘૂંટણના દુખાવામાં રાહત આપે છે. તેમાં લોહતત્ત્વ પણ ભરપૂર માત્રામાં હોય છે. બ્રેકફાસ્ટમાં રાગીના ઢોંસા, ઇડલી અને ચીલા બનાવીને ખાઓ, દિવસ સારો રહેશે. તેમાં એમિનો એસિડ હોય છે. 'ટ્રિપ્ટોફન' હોવાથી તે નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખે છે અને મગજને ઝડપી બનાવે છે. તે બાળકો માટે પણ સારો છે પરંતુ, જો કોઈને હાડકાના વિકાસની સમસ્યા હોય તો રાગી ન ખાવી જોઈએ.

જો તમને બાજરી, રાગી અને જુવારની રોટલી ખાવી ન ગમતી હોય તો તમે મીઠાઈ તરીકે પણ તેમનો સ્વાદ માણી શકો છો. ચાલો અમે તમને તેમાંથી બનેલી મીઠાઈ વિશે જણાવીએ ...

રાગીની શરૂઆત ભારત કે આફ્રિકા ક્યાંથી થઈ હતી?
રાગીને સંસ્કૃતમાં ‘રજિકા’ કહેવામાં આવે છે. આર્યો ભારત પહોંચે તે પહેલાં જ રાગીની ખેતી અહીં કરવામાં આવતી હતી. ફ્રેન્ચ-સ્વિસ વનસ્પતિશાસ્ત્રી આલ્ફોન્સ ડી કેન્ડોલ્લેએ વર્ષ 1886માં જણાવ્યું હતું કે, ‘રાગી લગભગ 3000 વર્ષ પહેલાં ભારતથી અરેબિયા અને આફ્રિકા આવ્યા હતા.’ તેની ખેતી દક્ષિણ ભારતથી શરૂ થઈ હતી.

આ સાથે જ રશિયન વૈજ્ઞાનિક નિકોલાઈ વાવિલોવે વર્ષ 1951માં પોતાના રિસર્ચમાં જણાવ્યું હતું કે, રાગીનો જન્મ સૌથી પહેલા આફ્રિકન દેશ ઈથોપિયામાં થયો હતો. અન્ય એક સંશોધન વર્ષ 1963માં થયું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેનો ઉદભવ આફ્રિકામાં થયો છે. ઇતિહાસકાર કે.ટી. અચ્ચયાના જણાવ્યા અનુસાર રાગીનો જન્મ પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના પહાડોમાં થયો હતો. તમને જણાવી દઈએ કે જુવાર, બાજરી અને રાગી આંતરડા માટે બેસ્ટ ક્લીંઝરનું કામ કરે છે. તેને ખાવાથી આંતરડા સાફ રહે છે.

બાજરી અને જુવાર ખાવાના ફાયદા જ છે, પરંતુ કિડનીના દર્દીઓએ ન ખાવા જોઈએ
જુવાર અને બાજરીનું કોમ્બિનેશન શરીર માટે સારું છે, પરંતુ કેટલાક લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ. ડાયટિશન કામિની સિન્હાએ જણાવ્યું હતું કે, ‘જો કોઇ કિડનીનો દર્દી હોય અને તેના શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય તો તેને જુવાર બાજરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, બંનેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે. આ સાથે જ જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે પણ પોટેશિયમ ખતરનાક સાબિત થઈ શકે છે.

જેમને સાંધાનો દુખાવો હોય અથવા યુરિક એસિડ વધુ હોય, તેમણે પણ તેને ખાવાનું ટાળવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ પણ તે ન ખાવું જોઈએ કારણ કે, તે ગરમ છે પણ બાળક થયા બાદ બાજરીનો હલવો ગોળ સાથે ખાવાથી ફાયદો થાય છે. તે ગર્ભાવસ્થા પછી શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે. જુવારને લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી સોડિયમ ઘટે છે. ઘણા પ્રખ્યાત કલાકારો પણ આ સુપર ફૂડને અપનાવી રહ્યા છે. ગ્રાફિક્સ દ્વારા જાણો કોણ છે આ સેલિબ્રિટીઝ...

દિવસ દરમિયાન સ્માર્ટ ફૂડ ખાઓ કારણ કે, તેને ખાવાથી તમને વધુ તરસ લાગશે
બાજરી, જુવાર અને રાગી હંમેશા દિવસ દરમિયાન ખાવા જોઈએ કારણ કે, તે પચવામાં વધુ સમય લે છે. ઉનાળાની ઋતુમાં જુવાર-બાજરીથી બચવું જોઈએ કારણ કે, તેને ખાવાથી તમને ખૂબ તરસ લાગે છે. તે શરીરમાં સોડિયમ અને પાણીને શોષી લેવાનું શરૂ કરે છે. તે શરીરને ડિહાઇડ્રેટ કરે છે. સપ્ટેમ્બરની ઋતુથી તેને ખાવાનું શરૂ કરવું વધુ સારું છે. શિયાળામાં તરસ ઓછી લાગે છે. જો તમે ગરમીમાં આ અનાજ ખાતા હોવ તો તેમાં ચણાનો લોટ કે અડદની દાળ નાખીને ખાવ.