લોકડાઉન રેસિપી:સોજીનો હલવો તો ખાધો હશે હવે ટ્રાય કરો તડબૂચનો હલવો, શેફ કુણાલ કપૂર જણાવશે બનાવવાની રીત

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હંમેશાં આપણે તડબૂચ ખાધા પછી તેની છાલને ફેંકી દઈએ છીએ. પરંતુ આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે આ છાલથી એક સ્વાદિષ્ટ ડેર્ઝટ બનાવી શકો છો. લોકડાઉન રેસિપીમાં ઘરે સરળતાથી બનાવો તડબૂચની છાલનો હલવો. શેફ કુણાલ કપૂર પાસેથી જાણો તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે. 

સામગ્રી

 • 3- તડબૂચની છાલ
 • 2થી 3 ચમચી ઘી
 • 1 ચમચી સોજી
 • 1 ચમચી બેસન
 • ½ ચમચી ખાંડ
 • ½ ચમચી એલચી પાવડર
 • 1 કપ દૂધ
 • ડ્રાયફ્રૂટ્સ

બનાવવાની રીત

 • સૌથી પહેલા તડબૂચની બહારની ઝાડી લીલી પરત છીણી લો. ત્યારબાદ તેમાં લીલા રંગની પરતની નીચેથી બીજી એક પરત છીણી લો.
 • હવે છાલને સમારેલી લો અને તેને ગ્રાઈન્ડરમાં નાખો પાણીનો ઉપયોગ કર્યા વગર પેસ્ટ બનાવો
 • હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી નાખો. ત્યારબાદ તેમાં સોજી, બેસન ઉમેરો અને ધીમા તાપે તેને શેકો અને બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી ચઢવા દો.
 • તડબૂચની છાલની પેસ્ટ ઉમેરો અને 15-20 મિનિટ સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી ચઢવા દો.
 • હવે તેમાં ખાંડ ઉમેરો અને લગભગ 10 મિનિટ માટે ફરીથી ચઢવા દો અને એલચી પાવડર, જાયફળ પાવડર અને દૂધ નાખો
 • તો તૈયાર છે તડબૂચનો હલવો. બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ સર્વ કરો
અન્ય સમાચારો પણ છે...