• Home
  • Lifestyle
  • Recipe
  • If you are tired of having a snack like this every day, try making something new, tasty and healthy fried banana, sweet balls and hummus dip.

નવી વાનગી / જો દરરોજ એક જેવા નાસ્તાથી કંટાળી ગયા હોય તો કંઈક નવું બનાવવાનો ટ્રાય કરો, ટેસ્ટી અને હેલ્ધી ફ્રાઈડ બનાના, સ્વીટ બોલ્સ અને હમ્મસ ડિપ

If you are tired of having a snack like this every day, try making something new, tasty and healthy fried banana, sweet balls and hummus dip.
X
If you are tired of having a snack like this every day, try making something new, tasty and healthy fried banana, sweet balls and hummus dip.

દિવ્ય ભાસ્કર

Jul 23, 2020, 06:52 PM IST

દરરોજ ઘરમાં એક જેવો નાસ્તો કરીને તમે અને બાળકો બોર થઈ ગયા હશો તો આ ત્રણ ડિશ ટ્રાય કરીને જુઓ. તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ વાનગીઓમાં થોડું વેરિએશન કરીને તેને એકદમ ટેસ્ટી બનાવી શકાય છે. જો તમે ફ્રાઈડ બનાનાને ડીપ ફ્રાય કરવાનું પસંદ નથી કરતા તો ઓછા તેલમાં પણ તેને ફ્રાય કરી શકો છો. 

બનાવવાની રીતઃ
- ગરમ પેનમાં માખણ નાખીને તરત તજનો પાવડર નાખવો. ત્યારબાદ મધ્યમ તાપ પર મધ નાખીને તેને સારી રીતે  હલાવો.  હવે તેમાં કેળાના ટુકડા નાંખો અને ચાર મિનિટ સુધી ચઢવા દો. 
- જ્યારે કેરેમલ ચોંટી જાય અને કેળા નીચેથી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ચઢવા દો. ચાર મિનિટ બાદ તેને થાળીમાં કાઢીને આઈસ્ક્રીમ નાખીને તરત સર્વ કરો. 

બનાવવાની રીતઃ

  • મગફળીને ગરમ તવા પર શેકીને તેની છાલ ઉતારી લેવી. મિક્સર ઝારમાં કાજૂ અને બદામ નાખીને તેને ક્રશ કરી લો
  • ત્યારબાદ તેમાં ખજૂર, ઓટ્સનો લોટ, કોકો પાવડર, વેનીલા એસેન્સ, મધ અને મગફળી નાખો અને તેને ક્રશ કરી લો. તેને લાડુના મિશ્રણ જેટલું ઘટ્ટ કરો. 
  • હવે તેના નાનાં નાનાં બોલ્સ તૈયાર કરો અને સ્વીટ બોલ્સનો સ્વાદ માણો
​​​​​​​

બનાવવાની રીતઃ

  • છોલેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને થોડા ઉકાળી લો. લાલ શિમલા મરચાંને ધીમા તાપે રોસ્ટ કરો અને તેના બીયા કાઢી નાખવા
  • તલને ગરમ તવી પર શેકીને ઠંડા કરો. હવે મિક્સર ઝારમાં શિમલા મરચાં, છોલે, તલ, લસણ, લીંબુનો રસ, મીઠું, કાળા મરી, આદુ અને  ઓલિવ ઓઈલ નાખીને ક્રશ કરી લો
  • આ મિશ્રણને બાઉલમાં કાઢીને તેની ઉપર સમારેલા થોડા લાલ મરચાં, કાળા મરી, અને કોથમીર નાખીને ચિપ્સ, નાચોસ, બ્રેડ સાથે સર્વ કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી