તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Recipe
  • If There Is Too Much Chilli In The Vegetables, Add Boiled Potatoes, Add A Little Oil Or Salt To Keep The Ginger garlic Paste For A Long Time.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિચન ટિપ્સ:શાકમાં મરચું વધારે પડી ગયું હોય તો બાફેલું બટાકુ નાખો, આદુ-લસણની પેસ્ટને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં થોડું તેલ અથવા મીઠું નાખવું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલા મરચાં સમાર્યા બાદ હાથમાં થતી બળતરાથી બચવા માટે આંગળીઓને ખાંડવાળા દૂધના બાઉલમાં રાખવી
  • બેસનના લાડુ બનાવતા સમયે તેમાં ગઠ્ઠા ન પડી જાય તે માટે લાડુ બનાવતા સમયે બેસનને સતત ચમચીથી હલાવતા રહો

ઘણી વખત ખાવાનું બનાવતા સમયે નાની નાની બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ખાવાની મજા ઓછી થઈ જાય છે. અહીં એવી કેટલીક ટિપ્સ છે જે તમારી મદદ કરી શકે છે. તેનાથી ખાવાનું એકદમ પરફેક્ટ બનશે.

1. બેસનના લાડુ બનાવતી વખતે તેમાં ગઠ્ઠા ન પડે તે માટે લાડુ બનાવતા સમયે બેસને સતત ચમચીથી હલાળતા રહો. જો ગઠ્ઠા ક્યાંક દેખાવા લાગે તો તેને ચમચીથી હટાવીને હલાવતા રહેવું. બેસન કાચું ન રહી જાય તે માટે તેને ધીમા તાપે શેકો અને પછી લાડુ બનાવો.

2. જો શાકમાં વધારે મરચું પડી ગયું હોય તો તીખાશ ઓછી કરવા માટે તમે તેમાં બાફેલું બટાકુ નાખીને મિક્સ કરી લો. બટેકા તીખાશને જલ્દીથી શોષી લે છે. તે ઉપરાંત તમે ઈચ્છો તો તેમાં મલાઈ, ફ્રેશ ક્રીમ અથવા દહીં મિલાવી શકો છો.

3. ચાસણીની કોઈ વસ્તુ બનાવવા જઈ રહ્યા છો કઢાઈમાં થોડું તેલ લગાવવાનું ન ભૂલો. કઢાઈની ચારેય કિનારી પર લગાવવામાં આવેલ તેલથી ચાસણી ચોંટશે નહીં અને સરળતાથી બની જશે.

4. ઘરે તૈયાર આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટને લાંબા સમય સુધી રાખવા માટે તેમાં 1 ટિસ્પૂન ગરમ તેલ અને મીઠું નાખો.

2. લીલા મરચાંને સમાર્યા બાદ હાથમાં થતી બળતરાથી બચવા માટે આંગળીઓને ખાંડ મિક્સ કરેલા દૂધના બાઉલમાં રાખવી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો